અમેરિકાનો સતત બીજા દિવસે ઈરાન પર હુમલો, ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘અસ્તિત્વ જ ખતમ કરી દઈશું’

Spread the love

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ આવેલી શાંતિ એક અઠવાડિયું પણ ટકી શકી નથી. અમેરિકાએ શનિવારે સતત બીજા દિવસે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખૂબ જ આક્રમક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ઈરાન પોતાની હરકતો બંધ નહીં કરે તો અમેરિકા સૈન્ય અભિયાનને સંપૂર્ણ રીતે આગળ વધારશે અને એવી સ્થિતિમાં ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન’નું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.બીજી તરફ કુવૈતે જણાવ્યું છે કે, તેના પર પણ મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા થઈ રહ્યા છે, જેને તેમની એર ડિફેન્સ સિસ્ટમ રોકી રહી છે.

 

અમેરિકાએ ફરી હુમલો શા માટે કર્યો?

 

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ઈરાન દ્વારા યુદ્ધવિરામ કરારના સતત ઉલ્લંઘનના જવાબમાં કરવામાં આવી છે. અમેરિકાનો દાવો છે કે ગુરુવારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક માલવાહક જહાજ એવર લવલી પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં શુક્રવારે અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. CENTCOMના જણાવ્યા મુજબ, આ પછી પણ શનિવારે સવારે અન્ય એક ઓઇલ ટેન્કર M/T Kiku પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકી સેનાએ ફરી ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *