દિવ્યેશ પરમાર, સુરતહીરાનગરી સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે એક મોટી સુરક્ષા ચૂક સર્જાઈ હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ પર અજાણ્યા શખ્સ દ્વારા ગ્રીન લેઝર લાઇટ ફેંકવામાં આવી હતી. લેન્ડિંગની બિલકુલ અંતિમ ક્ષણોમાં પાયલટની આંખો સામે આ લાઈટ આવતા પાયલટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે પાયલટની સમયસૂચકતાના કારણે એક બહુ મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે.અંતિમ ક્ષણોમાં પાયલટની આંખો સામે આવી લેઝર લાઈટમળતી માહિતી મુજબ, દિલ્હીથી મુસાફરોને લઈને આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-6511 જ્યારે સુરત એરપોર્ટના રન-વે પર લેન્ડ થવાની તૈયારીમાં હતી, ત્યારે અચાનક એરપોર્ટની આસપાસના રહેણાંક વિસ્તારમાંથી કોઈકે વિમાન તરફ હાઈ-બીમ ગ્રીન લેઝર લાઇટ ફેંકી હતી. લેન્ડિંગ એ ફ્લાઈટનો સૌથી સંવેદનશીલ સમય ગણાય છે, અને બરાબર એ જ સેકન્ડોમાં આ તેજસ્વી પ્રકાશ સીધો કોકપિટમાં પાયલટની આંખો પર પડ્યો હતો. લેઝર લાઈટના કારણે પાયલટની આંખો અંજાઈ ગઈ હતી અને વિઝન બ્લર થઈ ગયું હતું.
ATCને તાકીદની જાણ અને તંત્ર દોડતું થયુંઆ ગંભીર અને જોખમી ઘટના બનતાની સાથે જ ઈન્ડિગો ફ્લાઈટના સજાગ પાયલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના એર ટ્રાફિક કંટ્રોલને રેડિયો પર તાકીદની જાણ કરી હતી. પાયલટે સીએફટી અને સુરક્ષાના તમામ પ્રોટોકોલ જાળવીને ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું, જેનાથી વિમાનમાં સવાર તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા.
પોલીસ, CISF અને એરપોર્ટ ઓથોરિટી એક્શન મોડમાંફ્લાઈટના લેન્ડિંગ બાદ આ ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટ ઓથોરિટી, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ અને સ્થાનિક પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગયા છે. એરપોર્ટની આસપાસ ફ્લાઈટ પાથની નીચે આવતા કયા ચોક્કસ વિસ્તારમાંથી આ લાઇટ ફેંકવામાં આવી હતી તેનું લોકેશન ટ્રેસ કરવા માટે સર્ચ ઓપરેશન અને તપાસની કવાયત તેજ કરી દેવામાં આવી છે.
