પાંચ રાજયોની ધારાસભા ચુંટણી બાદ દેશના રાજકારણમાં આવી રહેલા મોટા બદલાવમાં હવે સંસદનું ચોમાસુ સત્ર નિર્ણાયક બને તેવા સંકેત છે. એક તરફ વિપક્ષની છાવણીઓ તુટી રહી છે અને શાસક ભાજપ- એનડીએ સંસદમાં તેની `તાકાત’ વધારી રહ્યા છે તથા જે પક્ષ 2024ની ચુંટણીમાં ખુદની બહુમતી મેળવી શકયો ન હતો તે હવે એનડીએની બે તૃતીયાંશ બહુમતી ભણી આગળ વધી રહ્યા છે.તો સંસદમાં હવે સરકાર વિપક્ષ પર અને આગામી દિવસોમાં મોટા ચુંટણી સંબંધી કાનુની ફેરફારો માટે અગાઉ મંજુર થયા ન હતા. તે હવે આ સત્રમાં પસાર કરાવવા જઈ રહી છે. સૌપ્રથમ નવા સિમાંકન ખરડા જેને સંસદના ત્રણ દિવસના ખાસ સત્રમાં મહિલા અનામત સાથે જોડીને પણ સરકાર બે તૃતીયાંશ બહુમતીના કારણે મંજુર કરાવી શકી નહી તે હવે ફરી લાવી રહી છે.
તેમાં હવે વિપક્ષની એકજૂથ થવાની `નબળાઈ’ છે તથા ખાસ કરીને તામિલનાડુ-મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ બદલાઈ છે તેનો પુરો લાભ ઉઠાવી 2/3 બહુમતી મેનેજ કરી લેવાશે તેવો સરકારને વિશ્વાસ છે. આ ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલી એક દેશ-એક ચુંટણીનાં એજન્ડા હવે સંસદના મેજ પર આવી શકે છે. સરકારે તે સંસદમાં દાખલ કરીને બાદમાં તેમાં રાજયો સાથે સહમતી અને બહુમતી મેળવવા શરૂ કરેલી કવાયત હવે અંતિમ તબકકામાં છે અને તેમાં ત્રણેક બંધારણીય સુધારા માટે તૈયારી છે.
2029થી તે લાગુ કરવાનો પ્રસ્તાવ છે તો ત્રીજો પ્રસ્તાવ પણ સંસદના મેજ પર છે જ જેમાં બંધારણના 170માં સુધારાની પ્રસ્તાવો અને તેમાં ખુદ વડાપ્રધાન અને રાજયોના મુખ્યમંત્રીઓને ગેરલાયક ઠરાવવા- હોદા પરથી દુર કરવાની જોગવાઈ છે.
જેમાં જે રીતે દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લાંબા સમય જેલમાં રહ્યા છતા હોદો છોડયા ન હતા તેવું ભવિષ્યમાં કોઈ મુખ્યમંત્રી કે ખુદ વડાપ્રધાન કરી શકે નહી તેથી વિપક્ષો તેને સ્ફોટક ગણે છે તેવી જોગવાઈ છે જે મુજબ વડાપ્રધાન કે કોઈપણ મુખ્યમંત્રી જો 30 દિવસ સતત જામીન વગર જેલમાં રહે તો 31માં દિવસે તે આપોઆપ હોદા પરથી દુર થઈ જશે.
ગત વર્ષે જ ખરડો સંસદમાં રજુ ગયો હતો. જો કે જયાં સુધી ડીલીમીટેશનનો પ્રશ્ન છે તો વિપક્ષો ખાસ કરીને બિનભાજપ રાજયોનો પ્રાદેશિક પક્ષોમાં `ડર’ દુર કરવા લોકસભાની વધનારી બેઠકોમાં દરેક રાજયોની બેઠકો ઓછામાં ઓછી 50% વધશે અને તેથી લોકસભામાં ખાસ કરીને દક્ષિણના રાજયોને જે ઓછી વસતિ ઓછી બેઠકનો નવા સિમાંકનમાં ડર છે તે દુર થઈ જશે.
આમ જો તામિલનાડુમાં ડીએમકે સાથે આવી જાય તો સરકારનું કામ આસાન બની જશે. હવે સરકારની નજર એનસીપી શરદ પવાર, જૂથ ઉપરાંત છે તથા ડીએમકે જે તામિલનાડુમાં એકલુ પડી ગયું છે તે ફરી એનડીએમાં આવે તો સરકારને મોટી સફળતા મળશે.
