સમગ્ર ઇરાન હાલમાં ઉંડા શોક અને ગમગીનીમાં ડૂબેલું છે. દેશના સર્વોચ્ય નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇ અને તેમના પરિવારના સભ્યોના નિધન બાદ સમગ્ર દેશમાં કાળા કપડાં પહેરીને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલા એક ભીષણ અમેરિકન ઇઝરાયલી હવાઇ હુમલામાં આયાતુલ્લાહ ખામેનેઇ અને તેમના પરિવારના અનેક સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાત આયોજિત શ્રદ્ધાંજલિ સમારોહમાં એક અત્યંત હ્રદયદ્વાવક દ્રશ્ય જોવા મળ્યું હતું. ઇરાનના સર્વોચ્ય નેતાની શબપેટીની બાજુમાં જ તેમની 14 મહિનાની નિર્દોષ પૌત્રીની એક નાની શબપેટી રાખવામાં આવી હતી. બાળકીનો ફૂલ જેવો ફોટો અને તેની નાનકડી શબપેટી જોઇને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઇ ગઇ હતી. આ દ્રશ્ય વિશ્વભરના શિયા મુસ્લિમો માટે અત્યંત પીડાદાયક સાબિત થયુ છે.વીડિયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. તેમની સાથેન સૈન્ય અધિકારીઓ અને ટોચના નેતાઓ પણ આ કરૂણ દ્રશ્ય જોઇને ભાવુક થઇ ગયા હતા. ખામેનેઇની શબપેટી પર તેમની પરંપરાગત પાઘડી મૂકવામાં આવી હતી અને લાલ ધ્વજમાં લપેટવામાં આવી હતી. જેના પર સફેદ અક્ષરે લખ્યુ હતુ યા હુસૈન, આ ધ્વજ ખાસ કરીને ઇરાકના કરબલા સ્થિત ઇમામ હુસૈનની દરગાહ પરથી લાવવામાં આવ્યો હતો. જે તેમના શિયા મુસ્લિમ આસ્થાના પ્રતીક તરીકે ઓળખાય છે.