જાતીય શોષણ કેસમાં ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકન કોર્ટે 50 લાખ ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

Spread the love

૫૦ લાખ ડૉલરનો દંડ ફટકાર્યાે શારીરિક શોષણ મામલે ટ્રમ્પને અમેરિકન કોર્ટે આપ્યો મોટો ઝટકો વર્ષ ૨૦૨૩માં ન્યૂયૉર્કની ફેડરલ જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ અને લેખિકાને બદનામ કરવાના મામલે દોષિત જાહેર કર્યા હતા અમેરિકાની એક કોર્ટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાતીય શોષણના એક જૂના કેસમાં મોટો ઝટકો આપ્યો છે. અદાલતે ટ્રમ્પને લેખિકા ઈ.

જીન કેરોલની જાતીય સતામણી કરવા અને ખોટા નિવેદનો આપીને તેમને બદનામ કરવાના દોષિત ઠેરવ્યા છે, જેના બદલામાં ટ્રમ્પને પીડિત લેખિકાને ૫૦ લાખ ડૉલર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.૮૨ વર્ષના ઈ. જીન કેરોલ અમેરિકાના પૂર્વ પત્રકાર અને કૉલમિસ્ટ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૧૯૯૬માં ન્યૂયૉર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે જાતીય સતામણી કરી હતી. જ્યારે વર્ષ ૨૦૧૯માં એક પુસ્તકમાં આ આરોપો સામે આવ્યા હતા, ત્યારે ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

 

તેમણે લેખિકાને ‘પાગલ’ કહીને આખો મામલો મનઘડંત હોવાનો દાવો કર્યાે હતો. લેખિકાના આ જ આરોપો ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ભારે ચર્ચામાં રહ્યા હતા.વર્ષ ૨૦૨૩માં ન્યૂયૉર્કની ફેડરલ જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ અને લેખિકાને બદનામ કરવાના મામલે દોષિત જાહેર કર્યા હતા. જ્યુરીએ કેરોલને વળતર પેટે ૫૦ લાખ ડૉલર આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ મૂળ ચુકાદા સામે ટ્રમ્પે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

 

જાે કે, સુપ્રીમ કોર્ટે આ અપીલ પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે ૨૦૨૩નો આ ચુકાદો આખરી બની ગયો છે.સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ ફેડરલ જજ લુઈસ કપલાને આ અંગેનો અંતિમ આદેશ જાહેર કર્યાે છે. આ આદેશ અનુસાર, ટ્રમ્પે અદાલતમાં નક્કી કરેલી ૫૦ લાખ ડૉલરની રકમ જમા કરાવવી પડશે. આ રકમમાં હવે વ્યાજ પણ ઉમેરવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય છે કે લેખિકા ઈ. જીન કેરોલને હવે કુલ મળીને અંદાજે ૫૮ લાખ ડૉલર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *