શું RBIના કાબૂની બહાર જઈ શકે છે મોંઘવારી? રોયટર્સના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Spread the love

મોંઘવારી સામાન્ય જનતાને વધુ હેરાન કરશે, જૂનમાં રિટેલ મોંઘવારી 16 મહિનામાં પહેલીવાર આરબીઆઈ (RBI)ના લક્ષ્‍યાંકને પાર કરી શકે છે સરકારી આંકડા જાહેર થાય તે પહેલાં જ એક સર્વેમાં ખુલાસો થયો છે કે, જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર (Retail Inflation) 16 મહિનામાં પહેલીવાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના 4%ના નિર્ધારિત ટાર્ગેટથી ઉપર જઈ શકે છે.આ વધારા પાછળ મુખ્યત્વે ઈંધણની વધેલી કિંમતો, અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ (યુદ્ધ) અને નબળું ચોમાસું જવાબદાર હોઈ શકે છે. સર્વેમાં સામેલ મોટાભાગના નિષ્ણાતોના મતે મોંઘવારી અનુમાન કરતાં પણ વધુ રહી શકે છે.

રોયટર્સ (Reuters) દ્વારા 3 થી 9 જુલાઈ વચ્ચે 37 અર્થશાસ્ત્રીઓ પર કરવામાં આવેલા સર્વે અનુસાર, મે મહિનામાં જે મોંઘવારી દર 3.93% હતો, તે જૂનમાં વધીને 4.3% થવાનું અનુમાન છે. સરકાર દ્વારા 13 જુલાઈએ જાહેર થનારા આંકડામાં આ દર 3.65% થી 5.50% ની વચ્ચે હોઈ શકે છે.

જાન્યુઆરીથી નવું ‘બેઝ યર’ લાગુ થયું છે

ભારતમાં જાન્યુઆરી મહિનાથી મોંઘવારી માપવા માટે નવું આધાર વર્ષ (Base Year) અને અપડેટેડ કન્ઝ્યુમર બાસ્કેટ (ગ્રાહક વસ્તુઓની યાદી) લાગુ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ આવ્યા પછી જૂન મહિનાના આ આંકડા અત્યાર સુધીની સૌથી વધુ મોંઘવારી દર્શાવશે. નિષ્ણાતોના મતે ફૂડ, ફ્યુઅલ (ઈંધણ) અને કેટલીક સર્વિસ મોંઘી થવાને કારણે તેમજ વૈશ્વિક બજારમાં કોમોડિટી અને એનર્જીનો ખર્ચ વધવાને લીધે ભારત પર આ અસર જોવા મળી રહી છે.સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ‘અલ નીનો’ (Al Nino) ની અસરને કારણે ચોમાસું નબળું પડે અને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પાક ઉત્પાદનને નુકસાન થાય, તો ખાવા-પીવાની વસ્તુઓ હજી વધુ મોંઘી થઈ શકે છે. આ સિવાય સરકારી તેલ કંપનીઓએ મે મહિનામાં 4 વાર કિંમતો વધારતા ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) ખર્ચ વધી ગયો છે, જેની સીધી અસર પણ ચીજવસ્તુઓ પર પડી છે.

ખતરો હજી ટળ્યો નથી

 

 

કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જો યુદ્ધ ફરી શરૂ થશે, તો કાચા તેલ (Crude Oil) ની કિંમતો ફરી વધશે, જે મોંઘવારીનું જોખમ વધુ વધારશે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ (RBI) એ ગત મહિને તેની બેઠકમાં વ્યાજ દર (Repo Rate) કોઈ ફેરફાર વગર 5.25% પર યથાવત રાખ્યો હતો. આ સર્વેમાં જણાવાયું છે કે જથ્થાબંધ મોંઘવારી દર (Wholesale Inflation) જૂનમાં 9.15% અને કોર ઇન્ફ્લેશન રેટ 3.95% રહેવાનું અનુમાન છે, જે આગામી સમયમાં મોંઘવારીનો દબાણ વધવાના સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *