*વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ નવ ગામો અને ગાંધીનગર શહેર વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે ભાજપા કાર્યકર્તાઓની સક્રિય ભૂમિકા, વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સેવાભાવી સંસ્થાઓ અને પર્યાવરણપ્રેમી નાગરિકોના સહયોગ સાથે આજે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, મહાનગરપાલિકા અને ગુડા દ્વારા સંયુક્તપણે ઐતિહાસિક સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું*
*- શ્રીમતી રીટાબેન પટેલ*
——-
*સામૂહિક વૃક્ષારોપણને સફળ બનાવવા પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક વ્યક્તિનો મનપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ*
——-
ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના ‘ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભાના‘ સંકલ્પ અર્થે ૧૨ જુલાઈ, રવિવારે લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભામાં સામૂહિક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામૂહિક વૃક્ષારોપણ અંતર્ગત ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં થયેલા વૃક્ષારોપણ અંગે માહિતી આપતા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આજે કુલ ૧૮ લાખ થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગામો વાસણ, પીંપળજ, આદરજ મોટી, સરઢવ, રૂપાલ, સોનીપુર, ઉનાવા, જલુંદ, પિંડારડા અને ગાંધીનગર શહેર વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે ભાજપા કાર્યકર્તાઓની સક્રિય ભૂમિકા, વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સેવાભાવી સંસ્થાઓ અને પર્યાવરણપ્રેમી નાગરિકોના સહયોગ સાથે આજે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, મહાનગરપાલિકા અને ગુડા દ્વારા સંયુક્તપણે ઐતિહાસિક સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય રીટાબેન પટેલે સામૂહિક વૃક્ષારોપણને સફળ બનાવવા પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક વ્યક્તિનો મનપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં અને આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક પરિસ્થિતિ સામે પર્યાવરણ સંવર્ધન માટે યોગ્ય જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.


