ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત સામૂહિક વૃક્ષારોપણ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય પાસે વૃક્ષારોપણ કર્યું

Spread the love

*શહેરમાં જનભાગીદારી સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને વૃક્ષારોપણ અભિયાન સફળ બને તે માટે સતત મહેનત કરનાર શહેર ભાજપ સંગઠનની ટીમના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડૉ.આશિષકુમાર દવે*

——-

*શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, તથા સંસ્થાઓ, ઉદ્યોગકારો તથા પ્રકૃતિપ્રેમી નાગરિકોનો સામૂહિક વૃક્ષારોપણમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કરતા ડૉ. આશિષકુમાર દવે*

——-

*આગામી પેઢીઓના સુરક્ષિત ભવિષ્ય, પર્યાવરણ સરંક્ષણ, શુદ્ધ હવા અને સ્વસ્થ જીવન માટે વૃક્ષારોપણ થકી સતત પ્રયત્નશીલ રહેવા નાગરિકોને ડૉ. આશિષકુમાર દવેની અપીલ*

——-

 

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજે ૧૨ જુલાઈ, રવિવારે ‘ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા’ના સંકલ્પ સાથે સામૂહિક વૃક્ષારોપણ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય ‘શ્રી અટલ કમલમ‘, સેકટર-૮ પાસે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપાના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

શહેર ભાજપ પ્રમુખ ડૉ.આશિષકુમાર દવેએ જણાવ્યું છે કે, ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર શહેરમાં આજે મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા છે અને વ્યાપક પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે શહેર ભાજપ સંગઠનની ટીમના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા, જેમણે જનભાગીદારી સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને અભિયાન સફળ બને તે માટે સતત મહેનત કરી હતી.

 

ડૉ. દવેએ શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, તથા સંસ્થાઓ, ઉદ્યોગકારો તથા પ્રકૃતિપ્રેમી નાગરિકોનો વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી પેઢીઓના સુરક્ષિત ભવિષ્ય, પર્યાવરણ સરંક્ષણ, શુદ્ધ હવા અને સ્વસ્થ જીવન માટે વૃક્ષારોપણ થકી સતત પ્રયત્નશીલ રહેવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *