સિયા કરતા પણ ખતરનાક નીકળી સુનિતા: રિક્ષાવાળાના પ્રેમમાં પાગલ થતાં પતિને મારી 3 ટુકડા કરી નાખ્યા, 11 મહિને ભાંડો ફુટ્યો

Spread the love

સિયાના કાવતરા વિશે તો તમે ખૂબ વાંચ્યું, જેણે પ્રેમી સાથે મળી મંગેતર કેતનને લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારી દીધો. હવે આવી જ એક બીજી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે, જો લોકોને ચોંકાવી રહી છે. નવી મુંબઈમાં એક મહિલા ઓટો ચાલકના પ્રેમમાં પાગલ થઈ અને પછી એવું કર્યું જેને સાંભળી ભલભલા ધ્રુજવા લાગે. આ મહિલાએ પ્રેમી સાથે મળીને ન ફક્ત પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો, પણ તેની લાશના ત્રણ ટુકડા પણ કરી નાખ્યા.11 મહિના સુધી બંનેએ આ રાજને છુપાવી રાખ્યું. પણ એક નાની એવી ભૂલના કારણે તે પકડાઈ ગઈ.

 

આ મહિલાનું નામ સુનિતા છે. તે પોતાના પતિ બલિરામ સૂર્યનાથ કુશવાહ સાથે એરોલીના યાદવ નગરમાં રહેતી હતી. બંનેને બે બાળકો પણ છે. આ દરમ્યાન સુનિતા ધણસોલીમાં રહેતા એક ઓટોચાલક રાહુલ દશરથ પ્રજાપતિની નજીક આવી ગઈ. જ્યારે બલિરામને પોતાની પત્નીના આડા સંબંધની જાણ થઈ તો તેણે તેનો વિરોધ કર્યો. પતિને પોતાના રસ્તામાંથી હટાવવા માટે સુનિતાએ પ્રેમી રાહુલ સાથે મળીને બલિરામને હંમેશા માટે રસ્તામાંથી હટાવવા માટે કાવતરું રચી નાખ્યું. બાળકોને દૂર મોકલી તેમણે પતિના ત્રણ ટુકડા કરી નાખ્યા.

 

હત્યાના કાવતરાને અંજામ આપતા સુનિતાએ સૌથી પહેલા પોતાના બંને બાળકોને બે દિવસ માટે તેમની માસીના ઘરે મોકલી દીધા. 9 ઓગસ્ટ 2025ના રાતે જ્યારે બલિરામ ગાઢ નિંદરમાં સૂઈ રહ્યો હતો, ત્યારે સુનિતા અને રાહુલે પહેલા ગળું દબાવી દીધું અને પછી ધારદાર હથિયારથી તેનો જીવ લઈ લીધો.

 

પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ નિર્દયતાની તમામ હદ પાર કરી દીધી. તેણે ઘરની અંદર બલિરામની લાશનું માથું, ધડ અને પગ ત્રણ ટુકડામાં કાપી નાખ્યા. જે બાદ લાશના ટુકડાને અલગ અલગ કોથળીઓમાં ભરી ચાદરમાં લપેટી રાતના અંધારામાં રાહુલની રિક્ષામાં નાખી ગવલી દેવ વિસ્તારની ગાઢ ઝાડીઓમાં ફેંકી દીધા.

 

આ બિભત્સ હત્યાકાંડ બાદ સુનિતાએ યાદવ નગરનું પોતાનું મકાન ભાડે આપી દીધું અને પોતાના બાળકો સાથે પ્રેમી રાહુલ સાથે ધણસોલીમાં રહેવા આવી ગઈ. જ્યારે લગભગ 8 મહિના બાદ બલિરામના ભાઈ ગામડેથી તેને મળવા આવ્યા, તો સુનિતાએ કહાની બનાવી કે બલિરામે ઝઘડો કરી ઘર છોડી નીકળી ગયા. ભાઈને આ વાતમાં શંકા ગઈ અને તેણે એપ્રિલ 2026માં રબાલે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બલિરામ ગુમ થવાની ફરિયાદ નોંધાવી.

 

પોલીસ તપાસ શરુ થતાં જ સુનિતા અને રાહુલે બચવા માટે પોતાના જૂના મોબાઈલ અને સિમ કાર્ડ બદલી નાખ્યા. પણ આ જ તેમને સૌથી મોટી ચૂક સાબિત થઈ. પોલીસે ટેકનિકલ તપાસમાં કોલ ડિટેલ રેકોર્ડથી એ સ્પષ્ટ થઈ ગયું કે રાહુલ અલગ અલગ નંબરથી સતત સુનિતા સાથે વાત કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *