દુનિયા ભરની બજારો અને સામાન્ય જનતાના ખિસ્સા પર એક મોટો આંતરરાષ્ટ્રીય બોમ્બ ફૂટવાનો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું ચોંકાવનારું ફરમાન સંભળાવ્યું છે, જેણે મિડલ ઈસ્ટથી લઈ ભારતના રસોઈ ઘર સુધી હડકંપ મચાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એલાન કર્યું છે કે હવેથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં દરેક કોમર્શિયલ કાર્ગો અને તેલ ટેન્કર પર 20 ટકાનો ભારે ભરખમ ટેક્સ એટલે કે ટ્રમ્પ ટેક્સ વસૂલવામાં આવશે.
ટ્રમ્પે ખુદને દુનિયાના આ સૌથી સંવેદનશીલ સમુદ્રી રસ્તાના નવા રખેવાળ ઘોષિત કરી દીધા છે.
ટ્રમ્પે ઈરાન પર ટાર્ગેટ કરતા કહ્યું કે, તે ખૂબ જ ખરાબ લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે, અમેરિકા અને ઈરાનની વચ્ચે એક ડીલ થઈ હતી, પણ ઈરાને તેને તોડી નાખી. ટ્રમ્પે કહ્યું કે, જો અમેરિકા આ મહત્ત્વના સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા કરે છે તો તેના માટે યોગ્ય વળતર પણ મળવું જોઈએ.
અમેરિકા બનશે હોર્મુઝનું નવું ગાર્જિયન
તેમણે કહ્યું કે, અમેરિકા આ રણનીતિક સમુદ્રી માર્ગના ગાર્જિયન બનશે, જેથી આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર અને તેલ સપ્લાયમાં કોઈ અડચણ ન આવે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, દુનિયા માટે આ જળમાર્ગની સુરક્ષા ખૂબ જ મહત્ત્વની છે અને તેની જવાબદારી ઉઠાવનારા દેશોને યોગ્ય વળતર મળવું જોઈએ.
વેસ્ટ એશિયામાં એક મોટો રણનીતિક મોર્ચો બનીને સામે આવ્યો છે. અહીંથી દુનિયાના મોટા ભાગનું ક્રૂડ ઓઈલ સમુદ્રી માર્ગથી પસાર થાય છે. ટ્રમ્પના આ નિવેદનોને અમેરિકા-ઈરાન સંબંધો અને વૈશ્વિક ઊર્જા સુરક્ષાના સંદર્ભમાં મહત્ત્વનું માનવામાં આવે છે.
તમામ કાર્ગો પર 20 ટકા ટેક્સ
ટ્રમ્પે કહ્યું કે, હોર્મુઝ ખુલ્લું છે અને ઈરાન ઈચ્છે કે ન ઈચ્છે, આ ખુલ્લું જ રહેશે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા તથાકથિત ઈરાની નાકાબંધીને ફરીથી લાગુ કરી રહ્યું છે, જે અંતર્ગત ખાલી ઈરાનના જહાજો અથવા તેના ગ્રાહકોના જહાજોની અવરજવર પ્રભાવિત થશે.
તેમણે દાવો કર્યો કે, અન્ય તમામ દેશોને આ મહત્ત્વના સમુદ્રી માર્ગનો સ્વતંત્ર અને નિષ્પક્ષ ઉપયોગ કરવાની પરવાનગી હશે. ટ્રમ્પે એલાન કર્યું છે કે હવેથી અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટનો સંરક્ષક તરીકે ઓળખવામાં આવશે. હોર્મુઝની સુરક્ષા નક્કી કરવાની જવાબદારી નિભાવવા માટે અમેરિકાને તમામ સમુદ્રી કાર્ગો પર 20 ટકા ટેક્સ તરીકે ચુકવવો જોઈએ. આ રાશિ સુરક્ષા વ્યવસ્થા પર થનારા ખર્ચની ભરપાઈ હશે.
