ટાંકીમાં ઉતર્યા વગર મિનિટોમાં થઈ જશે સાફ! બસ અંદર મૂકી દો આ ગેજેટ; બધી ગંદકી દૂર થઈ જશે

Spread the love

સામાન્ય રીતે દરેક લોકોનાં ઘરમાં પાણીની ટાંકી હોય છે. પાણીની ટાંકી બહારથી જેટલી ક્લિન દેખાય છે તેટલી જ અંદરથી ગંદી હોઈ શકે છે. ધૂળ, માટી અને ગંદકી જમા થવાને કારણે પાણીની ટાંકી અંદરથી બહુ ગંદી થઈ જાય છે. આ ગંદી ટાંકી તમે સમયે સાફ કરતા નથી તો તમને નુકસાન કરી શકે છે. ઘણાં લોકો વર્ષો સુધી પાણીની ટાંકી સાફ કરતા હોતા નથી, કારણકે તેમને આ કામ અઘરું લાગતું હોય છે. પરંતુ હવે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. બજારમાં અનેક એવા ડિવાઈસ અને મશીન આવ્યા છે જેની મદદથી તમારી પાણીની ટાંકી મિનિટોમાં સાફ થઈ જાય છે અને તમારે અંદર ઉતરવાની પણ જરૂર પડતી નથી.

 

કેટલાક ગેજેટ્સ એવા હોય છે જે તમે સરળતાથી ઘરે લાવી શકો છો, જ્યારે કેટલાક પ્રોફેશનલ ગેજેટ્સ ટેન્ક ક્લીનિંગ કંપનીઓ કરતી હોય છે. આમ, તમે એ જાણવા ઇચ્છો છો કે પાણીની ટાંકી સાફ કરવા માટે કયા-કયા ગેજેટ્સ આવે છે અને કેવી રીતે કામ કરે છે તો જાણો અહીં.

હાઈ પ્રેશર વોટર જેટ ક્લીનર

 

 

સૌથી વધારે ઉપયોગમાં આવતું ઉપકરણ હાઈ પ્રેશર વોટર જેટ ક્લીનર છે. આ એક એવું મશીન હોય છે જે બહુ પ્રેશરથી પાણી છોડે છે. આ પ્રેશરને કારણે ટાંકીની દીવાલો અને ફર્શ પર જામેલી માટી, ગંદકી સરળતાથી નીકળી જાય છે. ઘણાં લોકો કાર વોશ કરવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. આ પાણીની ટાંકી સાફ કરવામાં પણ કામમાં આવે છે. પરંતુ ટાંકીની નીચે ગંદકી અને માટી જામી ગઈ છે તો માત્ર પાણીનાં પ્રેશરથી નહીં, પરંતુ આ સમયે તમને Sludge Pump તેમજ Sludge Vacuum Machine નો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન ટાંકીની નીચે જામેલી ગંદકી અને કીચડને સાફ કરે છે. અનેક પ્રોફેશનલ ટેન્ક ક્લીનિંગ કંપનીઓ આ પ્રકારનાં મશીનોનો ઉપયોગ કરતી હોય છે.

ઓટોમેટિક ક્લીનર

 

 

તમારા ઘરમાં 500થી 2000 લીટરની પાણીની ટાંકી છે અને તમે દર વખતે સાફ કરી શકતા નથી તો આ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે કોઈ વ્યક્તિને ટાંકી સાફ કરવા માટે બોલાવવા ઇચ્છતા નથી તો Sedimclean Domestic Water Tank Cleaning Machine નો વિકલ્પ સારો સાબિત થઈ શકે છે. આ ભારતમાં બનેલું એક ખાસ ટેન્ક ક્લીનિંગ ડિવાઈસ છે, જે ખાસ કરીને ઘરની પાણીની ટાંકીમાં જમા થયેલાં ગંદકીને સાફ કરે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારે ટાંકીમાં ઉતરવું પડતું નથી અને સાથે ખાલી પણ કરવી પડતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *