હોર્મુઝ બંધ થતા ફરી પેટ્રોલિયમ સંકટ! ભીષણ જંગ

Spread the love

ઈરાનનો વળતો પ્રહાર : કુવૈત – બહેરીન – જોર્ડન તથા કતારમાં અમેરિકી મથકોને નિશાન બનાવ્યા : સુરક્ષા સીસ્ટમનો કચ્ચરઘાણ

તહેરાનઃ ઈરાન સાથેની સમજુતીનો અંત લાવ્યા બાદ અમેરિકાએ ફરી એક વખત ઈરાન પર મોટા હુમલા શરૂ કરી દીધા છે અને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાનને `પાઠ’ ભણાવવા આ હુમલા કરવામાં આવી રહ્યા છે તો ઈરાને પણ વળતા હુમલામાં ગલ્ફ દેશોમાં અમેરિકી સેના મથકોને નિશાન બનાવ્યા છે.

ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ થતા જ હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ થયાના સંકેત છે. અમેરિકી દળોએ હોર્મુઝ જળમાર્ગ અને તેની આસપાસના ઈરાની જહાજો ઉપરાંત તહેરાનમાં તથા આ તમામ પાણી-વિજ પ્લાંટ નિશાન બનાવ્યા હતા.

 

ખાસ કરીને દરિયામાં રહેલી ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડની વિધ્વંશક બોટસને નિશાન બનાવી હતી જે આ ક્ષેત્રમાં વ્યાપારી જહાજો પર હુમલા કરી રહી હતી. 60 દિવસની સમજુતી પુરી રીતે ભાંગી પડી છે તથા રવિવારે અમેરિકી સેનાએ વધુ 140 સ્થળો પર હુમલા કર્યા હતા.

ટ્રમ્પે જાહેર કર્યુ કે, ગઈરાત્રીને ઈરાનને નર્ક બનાવતો બોમ્બમારો કરાયો હતો. ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે અમેરિકી દળો પુરી રીતે હોર્મુઝ પર કબ્જો ધરાવે છે તો બીજી તરફ ઈરાનથી સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાધેર કવોલીબાફે દાવો કર્યો કે એક તરફી સમજુતીના દિવસો પુરા થયા છે અને અમોએ તેઓને (અમેરિકા) જણાવ્યું હતું કે તમારા વચનમાં કાયમ રહો અથવા કિંમત ચુકવવા તૈયાર રહો! હવે વાસ્તવિકતા સામે આવી છે.

 

ઈરાને જોર્ડન ઓમાન કુવૈત તથા બહેરીન સહિતના અમેરિકી મથકો પર પણ નિશાન બનાવ્યા હતા. ઈરાને દાવો કર્યો છે કે, આ ક્ષેત્રમાં જોર્ડનમાં પ્રીન્સ હસન એરબેઝ પર ફયુલ ટેન્કોને ઉડાવી દેવામાં હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે બંધ કરી દેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. પણ કુવૈત, બહેરીનમાં પેટ્રોસેટ મોબાઈલ સીસ્ટમ તથા રડારનો બોલાવાય છે.

અમેરિકાએ પ્રથમ વખત હવે ઈરાનમાં નાગરિક સુવિધાને નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને ઈઝરાયેલ બેસ પરથી લડાયક એફ-22 વિમાનો હવે ગલ્ફમાં તૈનાત કરાયા છે. જે અત્યંત ઘાતકી હુમલા માટે તથા ખાસ કરીને હોર્મુઝના માર્ગો અને તેની આસપાસના મથકોને નિશાન બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *