ગુજરાતને મળેલો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026નું ગૌરવ સન્માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ બેઠક સમક્ષ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રસ્તુત કર્યુ

Spread the love

મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રી મંડળે કૃષિ વિભાગને પાઠવ્યા અભિનંદન

રાજ્ય સરકારના કૃષિ વિભાગને 2026ના વર્ષનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ તાજેતરમાં નવી દિલ્હીમાં એનાયત થયો છે.

 

કૃષિ વિભાગે બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને આ એવોર્ડ સન્માન નવી દિલ્હીમાં આયોજિત 17માં એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કૃષિ મંત્રીશ્રી જીતુ ભાઇ વાઘાણી અને રાજ્ય મંત્રી શ્રી રમેશ ભાઇ કટારા એ ગુજરાતને મળેલો આ ગૌરવ એવોર્ડ મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

 

 

સમગ્ર મંત્રી મંડળે રાજ્યના કૃષિ વિભાગને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામ સ્વરૂપે ગુજરાતે અગાઉ 2009, 2014 અને 2018માં શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકેના એવોર્ડ્સ પણ મેળવેલા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *