GJ-18 , મનપા દ્વારા ૧ થી ૩૦ સેક્ટરમાં આવેલી ચીપ ટાઇપની દુકાનોના ભાડા લેવાય છે. ત્યારે ભાડાની દુકાનોમાં દર વર્ષ ૫ થી૧૦% ભાડા વધારવાની પણ જાેગવાઇ છે. ત્યારે મનપા દ્વારા જે ભાડા ઉઘરાવવામાં આવે છે. તેવી ચીપ ટાઇપની દુકાનોમાં કરોડોનું વર્ષોનું વર્ષનું ભાડું, તથા ટેક્ષ બાકી છતાં એક પણ દુકાનને તંત્ર હજુ સુધી નોટીસનું ફરફરીયું આવ્યું નથી, અને વસાહતીઓને ન ભરે તો બીજા વર્ષે લાલ કાગળીયા સાથે ૧૮ % વ્યાજ અને સીલ મારવાની ધમકીઓ પત્રમાં લખેલી હોય છે. ત્યારે આટલીબધી દુકાનોનું ભાડું, તથા ટેક્ષ બાકી હોવા છતાં મનપા કેમ ડંડો પછાડતું નથી, ફક્ત ટેક્ષ વસાહતીયોનેજ ભરવાનો છે, ત્યારે મનપા દ્વારા ક્યારેય વેપારીઓ સામે કડક ઉઘરાણી ન કરતાં આખરે એટલું બધું ભાડું વધી ગયું છે, કે આ ભાડા વેપારી ભરશે કે કેમ? ને યથાર્થ પ્રશ્ન છે૮નીGJ-18 ટેક્ષ શાખા, અને ભાડું ઉઘરાવતી શાખા દ્વારા વેપારીઓને કેટલી ઉઘરાણીની નોટીસ આપી, અને કેટલું ભાડું બાકી છે, તે માં પણ કોઇજ હાલ માહિતી નથી. ત્યારે નવા વરાયેલા કમિશ્નરશ્રી ધવલભાઇ હવે મનપાની તિજાેરી ટેક્ષની રકમથી ભરી દો, અને જે જવાબદારકી તંત્ર છે, તેમાં તમારી ધમાલ દેખાડો, GJ-18 ૧ થી ૩૦ સેક્ટરમાં આવી ૧૦૦૦ થી પણ વધારે દુકાનો બનાવવામાં આવી છે. યઆવી દુકાનોમાં ઘણા ડ્રો થયા નથી, અને ઘણીજ દુકાનોમાં તો ગેરકાયદેસર વેપારીઓએ કબજાે જમાવીને શટરો, દિવાલો કરીને અન્યને ભાડે આપી દીધી છે. ત્યારે સરકારની દુકાનોમાં વેપારી માફીયાઓનો કબજાે જેવી હાલત થઇ છે. સરકારની આવી ૫૦ થી વધારે જગ્યાઓમાં જે દુકાનો હાલ સરકાર હસ્તક છે, તે દુકાનોમાં વેપારીઓ ઘુસી ગયા છે, અને ઘણાએ ભાડે આપી દીધી છે. ત્યારે દલા તલવાડીની વાડી બેચાર સંગણાં લઉ, ત્યારે લઇ જા બધું જેવા ઘાટ સર્જાયો છે. ત્યારે હવે કરોડોનું ભાડુ અને ટેક્ષ બાકી હોવા છતાં તંત્ર ક્યારે દંડો પછાડશે તે જાેવું રહ્યું, બાકી ધવલભાઇ તમે હવે તંત્રની સામે દંડો પછાડીને જ જવાબદાર કર્મચારી અધિકારી સામે એક્શન લેતો તિજાેરી ભરાશે, ખાલી તિજાેરીના હાલતો તળિયા દેખાઇ રહ્યા છે.