GJ-18 ખાતે આવેલા મીનાબજાર પાસે આવેલા અંડરપાસ જે રસ્તો સે-૨૧ તરફ જાય છે, ત્યાં આંડરપાસની નીચે મસમોટું ગાબડું પડ્યું છે, ત્યારે બે વાહનો જઇ શકે તેવી સ્થિતિ જ નથી, કોઇ શુભચીંતકે ત્યાં ઝાડ જેવું મૂકીને કોઇને એક્સીડન્ટ ન થાય તે માટે ટેમ્પરરી હાલ સેફ્ટી માટે મૂકવામાં આવ્યું ચે. ત્યારે ૧ મહિનાથી આ સ્થિતિ છે, અને રોજબરોજ હજારો વાહનો આ અંડરપાસમાંથી પસાર થાય છે. ત્યારે વરસાદમાં કોઇજાનહાની ન થાય તે માટે ઝડપથી આ કામ પૂર્ણ કરવા જેવું હોવાનું લોકો દ્વારા જણાવ્યું છે.
મીનાબજારમાં મોટાભાગના કર્મચારીઓ અને નગરજનો ખરીદી કરવા આવે છે. સે-૨૧ પછી લાર્જેસ્ટ બજાર મીનાબજાર કહેવાય ચે. ત્યારે તમામ ચીજ વસ્તુઓ અહીંયાથી મળી રહ્યું છે.
ત્યારે પાટનગર યોજના દ્વારા બનાવેલા અંડરપાસમાં ગાબડું પડતાં આવનારા વરસાદી દિવસોમાં આ ગાબડું મોટું પડે તે પહેલાં-રીપેરીંગ કરવાની જરૂર છે.
અત્યારે બે વાહનો આ અંડરપાસમાંથી જઇ શકે એવી સ્થિતિ નથી, ત્યારે તંત્ર હવે વરસાદી માહોલ જામે તે પહેલાં એક્શન મોડમાં આવે તેવી સૌની લાગણી છે.