ફરજ પહેલા, જીવન પછી… ચોરીના ખેરના લાકડાથી ભરેલા કન્ટેનરનો પીછો કરતી વખતે RFO વિકાસ દેસાઈનું કરૂણ નિધન

Spread the love

તાપી જિલ્લાના વ્યારા વન વિભાગ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તાપ્તી રેન્જના પરીક્ષેત્ર વન અધિકારી (RFO) વિકાસ દેસાઈનું ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન થયું છે. ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી રોકવા માટે કાર્યવાહી દરમિયાન આ દુર્ઘટના બની હતી.

 

ગંભીર અકસ્માત સર્જાયો

 

પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાતમાંથી ચોરીનું ખેરનું લાકડું ભરીને એક કન્ટેનર મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યું હોવાની માહિતી વન વિભાગને મળી હતી.માહિતીના આધારે RFO વિકાસ દેસાઈ અને તેમની ટીમે કન્ટેનરનો પીછો શરૂ કર્યો હતો. પીછો દરમિયાન તેમની કાર કન્ટેનર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

ઘટનાસ્થળે જ મોત

 

અકસ્માત એટલો ભયાનક હતો કે RFO વિકાસ દેસાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *