અમરજીતસિંઘ દ્વારકા, તા. 20 દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક જામખંભાળીયા નજીકના સિંહણ ગામે ખેતરોમાં ગેસની પાઈપલાઈન નાખવાની કામગીરીનો સ્થાનીય ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. યોગ્ય વળતર અને સહમતિ વિના જ ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી કરાતી હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે.
આ મામલે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ જેવી સ્થિતિ ઊભી થતાં મામલો ગરમાયો હતો.જેના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ખેડૂત નેતા પાલ આંબલીયાએ પણ આ મામલે ખેડૂતોને સમર્થન આપતા સ્થિતિ તંગ બની હતી અને કામ કરતા કંપનીના અધિકારીઓ સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. ખેડૂતોએ આ મામલે જયાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
