અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂરનો ખતરો

Spread the love

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને નદીઓમાં પૂર આવવાનું જોખમ રહેલું છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર, આગામી 24 થી 26 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.

 

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમના લીધે દાહોદ, ગોધરા અને લુણાવાડા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદના એંધાણ છે. જ્યારે કચ્છ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

 

મહાકાળી ધામ પાવાગઢમાં ₹359 કરોડનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી

 

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તથા બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

 

ત્યાં જ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે રાજ્યના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેશે. ત્યાં જ આ નવી સિસ્ટમ ક્ષેત્રે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થતાં નર્મદા સહિત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *