કોલકાતા, તા. 21 પશ્ચિમ બંગાળમાં મમતા બેનજીર્ની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થયેલાં 20 બળવાખોર સાંસદોને લોકસભા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. TMC માંથી રાજીનામું આપીને NCPI માં જોડાયેલાં આ સાંસદોએ લોકસભામાં અલગ જૂથ તરીકે માન્યતા અને ગૃહમાં અલગ બેસવાની વ્યવસ્થા માંગણી કરી હતી, જેને સ્વીકારવામાં આવી નથી. આ ઉપરાંત, તેમણે NDA ને સમર્થન આપવાની વાત કરી હોવા છતાં તેઓ ગઉઅ ના સંસદીય દળની બેઠકમાં પણ સામેલ થઈ શક્યા નહોતાં.વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ TMCમાં મોટો આંતરિક કલહ સામે આવ્યો હતો. એક તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ઋતબ્રત બેનજીર્ના નેતૃત્વમાં 58 જેટલા ધારાસભ્યોએ અલગ ગ્રુપ બનાવ્યું હતું.
તો બીજી તરફ સંસદમાં પાર્ટીનાં 28 માંથી 20 સાંસદો બળવો કરીને અલગ થઈ ગયા હતા. આ બળવાખોર સાંસદોમાં સાયની ઘોષ અને યુસુફ પઠાણ જેવા જાણીતાં ચહેરાઓ પણ સામેલ છે.
સંસદનાં ચોમાસું સત્ર પહેલાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ આ બળવાખોર સાંસદોની હાજરી સામે વિપક્ષી દળોએ ભારે વિરોધ નોંધાવીને વોકઆઉટ કર્યો હતો. બીજી તરફ, TMC ના જ સાંસદ સોગત રોયે આ બળવાખોરો પર આકરા પ્રહારો કરતાં તેમને ‘ગદ્દાર’ ગણાવ્યાં હતાં અને ભાજપ-NDA સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો હતો.

