રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.
તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યાં ડોલવણમાં 14.88 ઇંચ, વાલોડમાં 10.08 ઇંચ, વ્યારામાં 9.49 ઇંચ, સોનગઢમાં 7.48 ઇંચ અને ઉકાઈમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં 14.53 ઇંચ તથા સમગ્ર જિલ્લામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ઉમરપાડામાં 9.84 ઇંચ, અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23 ઇંચ, મહુવામાં 7.09 ઇંચ, ઓલપાડમાં 6.06 ઇંચ, સુરત શહેરમાં 5.04 ઇંચ, કામરેજમાં 4.84 ઇંચ, માંડવીમાં 3.78 ઇંચ અને ચોર્યાસીમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, બારડોલીમાં 6.89 ઇંચ વરસાદ વરસ્યો હતો.
અન્ય જિલ્લાઓની વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદમાં 4.17 ઇંચ, ડેડિયાપાડામાં 3.70 ઇંચ અને ચીકદામાં 3.66 ઇંચ, ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 3.78 ઇંચ, તેમજ મહિસાગરના કોઠંબામાં 3.66 ઇંચ અને કડાણામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાત વરસાદ આગાહી
જરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 27 જુલાઇ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. એક સાથે ચાર- ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહિસાગર, પંચમહાલ,દાહોદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. . તો 11 જિલ્લામાં ઓરેંજ એલર્ટ છે. જાહેર કરવામાં આવ્યું છે. તો 10 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદમાં ,મહિસાગર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ
હવામાન વિભાગે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ હેઠળ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા-નગર હવેલીમાં આગામી સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોના લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ જિલ્લામાં યલો એલર્ટ
ભરૂચ, સુરત, ડાંગ , બનાસકાંઠા મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવગનર, બોટાદ, અમદાવાદમાં આજે હવામાન વિભાગે છૂટછવાયો મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે
