માણસા તાલુકાના સોલૈયા-ધમેડા રોડ નજીક આવેલા
એક ખેતરમાંથી માણસા પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 26,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.માણસા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સોલૈયા-ધમેડા રોડ નજીક રસ્તા કિનારે આવેલા એક ખેતરમાં ઝાડ નીચે કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે પ્રજાપતિ સુનિલકુમાર ડાહ્યાભાઈ (રહે. પ્રજાપતિવાસ, સોલૈયા), હસમુખભાઈ બાબુભાઈ ચૌધરી (રહે. બાપુપુરા), મિલનકુમાર સોમાભાઈ ચૌધરી (રહે. બાપુપુરા) અને નિકુલ શિવાજી રાઠોડ (રહે. ધમેડા) નામના ચાર વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે ઝડપાયેલા આરોપીઓની અંગજડતી કરી અને દાવ પર લગાવેલી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 26,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.માણસા
પોલીસ દ્વારા જાહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
