મોદી સરકારમાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે. આગામી વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડવાની તેમની અટકળો છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. આ નિર્ણય ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, રાજીનામું તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, રવનીત સિંહ બિટ્ટુનો રાજ્યસભાનો કાર્યકાળ 21 જૂને જ પૂરો થઈ ગયો હતો.
CJP પ્રોટેસ્ટ વચ્ચે કેન્દ્રની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, NTAના 47 અધિકારીઓને એકઝાટકે કર્યા સસ્પેન્ડ!
ભાજપે 18 જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં રવનીત બિટ્ટુને ફરીથી ઉમેદવાર બનાવ્યા ન હતા. આમ છતાં અત્યાર સુધી બિટ્ટુ પાસે રાજીનામું માંગવામાં આવ્યું ન હતું. હવે શુક્રવારે રવનીત બિટ્ટુનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે.
કોણ છે રવનીત સિંહ બિટ્ટુ?
રવનીત સિંહ બિટ્ટુ 24 માર્ચ 2024ના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા ગયા હતા. તેમણે અગાઉ 11 માર્ચ 2021થી 18 જુલાઈ 2021 સુધી લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા તરીકે કાર્ય કર્યું હતું. બિટ્ટુ 2014 અને 2019ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં લુધિયાણાથી અને તે પહેલાં 2009માં આણંદપુર સાહિબથી ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે. 2024માં પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં તેઓ કેબિનેટ મંત્રી બન્યા હતા.
26મીએ 12 વાગ્યે આવીએ છીએ: જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને મારવાની ધમકી, જાણો પૂરો મામલો
જાન્યુઆરી 2021માં ‘જન સંસદ’ કાર્યક્રમ દરમિયાન સિંઘુ બોર્ડર પર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને લોકસભામાં પાર્ટીના વ્હિપ નિમવામાં આવ્યા હતા. માર્ચ 2021માં જ્યારે વર્તમાન કોંગ્રેસના લોકસભા નેતા અધીર રંજન ચૌધરી 2021ની પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા, ત્યારે તેમને કેટલાક સમય માટે લોકસભામાં કોંગ્રેસના નેતા બનાવવામાં આવ્યા હતા.