ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે, કયા જિલ્લામાં રેડ ઍલર્ટ અપાયું?

Spread the love

રાજ્યમાં સતત પડતાં વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે.

 

પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પણ સંતર્ક બની છે અને રાહત અને બચાવકાર્ય પણ પૂરજોશમાં શરૂ કરી દીધું છે.

 

તો ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ સામાન્ય તો, કેટલીક જગ્યાએથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવું અનુમાન છે.

 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જગ્યાએ વરસાદનું પ્રમાણ યથાવત્ રહ્યું છે.

 

ગુજરાતમાં વરસાદનું જોર હજુ કેટલું રહેશે?

 

25 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ અપાયું છે. એટલે કે અતિભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

 

હવામાન વિભાગ અનુસાર, સરેરાશ દરિયાઈ સપાટી પર મૉન્સૂન ટ્રફ હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશ પરના લો-પ્રેશર વિસ્તારનાં કેન્દ્ર એવાં ગુના, સિદ્ધિ, ડાલ્ટનગંજ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડી તરફ પસાર થાય છે.

 

દરિયાઈની સરેરાશ સપારી પર એક ઑફશોર ટર્ફ બનેલો છે, જે ગુજરાતથી કર્ણાટક કિનારા સુધી ફેલાયેલો છે.

 

આ વરસાદી ગતિવિધિઓને કારણે આગામી ચાર-પાંચ દિવસ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશું તેવું અનુમાન છે.25 જુલાઈના રોજ એટલે કે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા- બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદની શક્યતા છે.

 

તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદ પડશે.

 

તો સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મોટાં ભાગનાં સ્થળોએ અને કચ્છમાં મોટાં ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

 

26 જુલાઈના રોજ પણ વરસાદનું પ્રમાણ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *