Navsari flood news: પૂરગ્રસ્તો માટે કેન્દ્ર સરકારની મોટી રાહત, C.R. પાટીલે કરી આર્થિક સહાયની જાહેરાત

Spread the love
પરિમલ મકવાણા, નવસારી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ ઓગરેલા અને નુકસાન પામેલા વિસ્તારોના પુનર્વસન માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નવસારી અને વલસાડ જિલ્લાના પૂરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.
ઘરવખરી અને પશુધનના નુકસાન સામે આર્થિક છત્ર પૂરમાં જે લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે કે નુકસાન પામી છે, તેમને મદદરૂપ થવા માટે સરકારે 6,800ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.સહાયથી પૂર પીડિત પરિવારો પ્રાથમિક જરૂરિયાતો ફરીથી ઉભી કરી શકશે.
આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલકોને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને પશુધન માટે પણ વિશેષ વળતર નક્કી કરવામાં આવ્યું છે.
ગાય અને ભેંસ દીઠ: 37,500ની સહાયબકરી દીઠ: 22,000ની સહાય
વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભારકેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૂરના કારણે નવસારી અને વલસાડના લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સરકાર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ખડેપગે ઉભી છે. આ વિશેષ રાહત પેકેજ દ્વારા અસરગ્રસ્તોને ઝડપથી પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” તેમણે ઉમેર્યું કે, રાહત કામગીરી અને સહાય વિતરણની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી રીતે થાય તે માટે સ્થાનિક પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *