Cyber Fraud: સાયબર છેતરપીંડિનો નવો કીમિયો, આવો મેસેજ આવે તો ગભરાશો નહીં

Spread the love

દેશભરમાં અવારનવાર ડિજિટલ છેતરપિંડીના કેસ સામે આવતા હોય છે. જેને લઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અનેક આ છેતરપિંડીને રોકવા માટે અનેક ચેતવણીઓ આપવામાં આવે છે. સાયબર ઠગો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવી નવી રીતો અપનાવવામાં આવી રહી છે. હાલના સમયમાં ઘણા લોકોને એવા મેસેજ મળી રહ્યા છે જેમાં લખવામાં આવે છે કે,’તમારું એકાઉન્ટ 2 કલાકમાં બ્લોક કરી દેવામાં આવશે’.આવા મેસેજમાં KYC અપડેટ કરવા માટે એક લિંક પણ આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારના મેસેજ મોટાભાગે છેતરપિંડીનો ભાગ હોય છે.

 

નોંધનીય છે કે, સાયબર નિષ્ણાતો દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આવા મેસેજથી ગભરાવાની જરૂર નથી. ઠગો ખોટી તાત્કાલિક પરિસ્થિતિ ઊભી કરીને લોકોને વિચાર્યા વિના લિંક પર ક્લિક કરવા માટે પ્રેરિત કરે છે. લિંક ખોલ્યા બાદ તેઓ વ્યક્તિની બેન્કિંગ માહિતી, OTP, PIN અથવા પાસવર્ડ મેળવીને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે.

 

ઉતાવળથી કોઈ નિર્ણય ન લો

 

સુરક્ષિત રહેવા માટે ત્રણ મહત્વના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પ્રથમ કોઈપણ મેસેજમાં આપવામાં આવેલી ઉતાવળભરી ચેતવણીથી સાવધાન રહો અને તરત નિર્ણય ન લો. બીજું, યાદ રાખો કે બેન્કો સામાન્ય રીતે KYC અપડેટ માટે અજાણી લિંક મોકલીને માહિતી માંગતી નથી. ત્રીજું અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો અને બેન્કને લગતી માહિતી કોઈને આપશો નહીં જેમકે તમારો OTP, પિન કે પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવો જોઈએ.

 

જો કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેની તપાસ કર્યા વગર કોઈ પગલું ન ભરો.. સાયબર સુરક્ષા માટે સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. ‘અજાણી લિંક એટલે અજાણ્યું જોખમ’ને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *