NEET પેપર લીક વિવાદ વચ્ચે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના ‘શલ્ય તંત્ર’ વિષયનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો અગાઉથી જ વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો આક્ષેપ છે. પરીક્ષા સ્ક્વોડમાં ફરજ બજાવનાર ડૉ. અલ્પેશ જાલસાણીયાએ જણાવ્યું કે, યુનિવર્સિટીના કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનને સમગ્ર બાબતથી અવગત કર્યા હતા.
