સોશિયલ મીડિયા ઈફ્લ્યુએન્સર કીર્તિ પટેલના 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ અન્ય એકાઉન્ટ્સ પર પણ ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીર્તિ પટેલ સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિત 10 કરતા વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે. આ અલગ-અલગ ગુનાઓ અને ફરિયાદોના આધારે ઈન્સ્ટાગ્રામની ‘મેટા’ કંપનીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
