રાજ્યમાં ભાજપ સરકાર આરોગ્ય પાછળ લાખ્ખો નહી પણ,કરોડો રૂપિયા ગ્રાન્ટ ચૂકવી રહી છે અને આરોગ્ય સંદર્ભે સજાગ પણ છે. પણ,અનેક એવાં મોંઘાદાટ સાધનો આજે પણ સિવિલમાં ધૂળ ખાઈ રહ્યાં છે. ત્યારે આ ધૂળ ખાતાં અનેક કીટોને સરેજામ કરીને શરૂ કરવાની જરૂર છે. ત્યારે GJ-18ખાતે આવેલી સિવિલમાં બી-૧૨ અને થાઇરોઇડનાં કેસોના દર્દીઓ વધું હોવા છતાં આ ટેસ્ટ અહી થતાં નથી. ત્યારે આ ટેસ્ટ અહીંયા ન થતાં હોવાને કારણે પ્રાઈવેટ લેબોને બખાં પડી ગયાં છે.આજે સ્ત્રીઓમાં અને પુરુષોમાં ને સૌથી વધારે જે દર્દીઓ છે એમાં બી-૧૨ની ઉણપનાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. ત્યારે બી-૧૨ નાં દર્દીઓને જ્યારે ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવે ત્યારેGJ-18 ની સિવિલમાં આ ટેસ્ટ ન થતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જે દર્દીને ટેસ્ટ કરવા માટે ફોર્મ ભરાવવામાં આવે ત્યારે આ ફોર્મમાં બી-૧૨ નો ઉલ્લેખ જ નથી. ત્યારે આ પાણીજન્ય રોગોને કારણે લોકો મોટાભાગનું ઇર્ં નું પાણી પીતાં હોય છે. આ ઇ ર્ં ના પાણીને કારણે બી-૧૨ ની ઉણપ દરેક સ્ત્રી અને પુરુષોમાં આવે છે. આ બીમારીમાં યાદ ન રહેવું, ભૂલી જવું, હાથ પગ તૂટવા, શરીરમાં ઇમ્યુનીટી ઘટવી, આવા અનેક તે રોગોનાં લક્ષણો છે. કોરોનાની મહામારી વખતે જેને કોરોના થયો એને આ બી-૧૨ ની બીમારી હોય તો ઇમ્યુનીટી ઝડપથી ઘટી જાય છે. ત્યારે કોરોના કરતાં સૌથી વધારે સંખ્યા જે તોતીંગ ગણાય તે બી-૧૨ ની કમી છે.વધુમાં ત્યારબાદ થાઇરોઇડના દર્દીઓનો ટેસ્ટ પણ GJ-18 હૈ સિવિલમાં થતો નથી. લેબમાં આ સાધનો નથી હોવાનું ને આનું મશીન ન હોવાનું સૂત્રો જણાવે છે.ત્યારે આ બે રોગોએ અત્યારે મહાભરડો લીધો છે. ત્યારે આ રોગનાં નિદાન પહેલાં ટેસ્ટ કરાવવો જરૂરી છે.
ત્યારેGJ-18 ની સિવિલમાં જ ટેસ્ટ ન થતો હોય તો દર્દી જાય ક્યાં? એને ના છૂટકે પ્રાઈવેટ લેબમાં આ બે ટેસ્ટ કરાવવા જવું પડે છે. આ બે ટેસ્ટ કરાવવાનો ૧૫૦૦ રૂપિયા જેટલો ખર્ચ દર્દીને થઈ જાય છે. ત્યારે રાજ્ય સરકાર લાખ્ખો નહી,કરોડોની ગ્રાન્ટ ચૂકવી રહી છે આરોગ્ય માટે આ તો આ બન્ને ટેસ્ટ કેમ થતાં નથી? તે યથાર્થ પ્રશ્ન પ્રજામાં રૂંધાઇ રહયો છે. સિવિલનાંGJ-18નાં સિવાયનાં તાલુકા જિલ્લામાથી રોજેરોજ ૫૦૦ થી વધારે દર્દીઓ દવા લેવા આવે છે. અને સૌથી વધારે અત્યારે કોરોનાની મહામારી બાદ બી-૧૨ અને થાઇરોઇડના કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે સીવીલનાં સતાધીશો જાગે ને પ્રજાનાં કામોમાં એકાગ્રતા બતાવે એ જરૂરી છે. ત્યારે આવનારા દિવસોમાં રાજકીય પક્ષો પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરે તેવી વકી છે.