ગુજરાતમાં શાંત પડેલો મેઘરાજાનો રાઉન્ડ હવે ફરી એકવાર અતિ તોફાની બનવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. બે દિવસ આખા ગુજરાતમાં મેઘરાજાનો નવો અને અત્યંત ભયાનક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળજુ કંપાવી દે તેવી ચેતવણી આપી છે. દેશમાં એકસાથે 5-5 હવામાન સિસ્ટમ સક્રિય થતાં જ 30 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનરાધાર વરસાદ તૂટી પડશે.આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની 7 દિવસની આગાહી મુજબ, આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ બાદ 30 જુલાઈથી રાજ્યમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તો 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે 1 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદ માટે CM ભૂપેન્દ્ર પટેલનું મોટું પેકેજ: લારી-ગલ્લા ધારકોથી લઈને વેપારીઓ માટે આર્થિક સહાય અને ૭% વ્યાજ સહાયની જાહેરાતહવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી ડરામણી આગાહી કરી છે જેને સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જશે! અંબાલાલ પટેલના મતે 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ જિલ્લામાં સર્જાશે પૂરની સ્થિતિ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી આકાશી આફત સમાન અતિભારે વરસાદ થશે. જેમાં વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ, તો ક્યાંક 20 ઈંચ સુધી વરસાદ ખાબકશે. તો 2 અને 3 ઓગસ્ટના રોજ અણધાર્યો અને તબાહી મચાવતો અતિભારે વરસાદ વરસશે. જ્યારે 5થી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા આક્રમક મૂડમાં રહેશે. જેમાં તાપી અને નર્મદા નદીમાં ભયજનક પૂરની સ્થિતિ ઉભી થશે. તો 8 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી સિસ્ટમ બનશે, જે ફરીથી મેઘતાંડવ મચાવશે.30 જુલાઈથી શરૂ થનારો વરસાદનો આ નવો રાઉન્ડ ઓગસ્ટ મહિનાના પ્રારંભે આખા ગુજરાતને ફરી પાણી-પાણી કરી દેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં નદી-નાળાં છલકાશે અને અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બનશે. હવામાન વિભાગે તો અલર્ટ જાહેર કરી દીધું છે, પરંતુ હવે જનતાએ પણ પૂરતી સાવચેતી રાખવી પડશે. કેમ કે આગામી દિવસોમાં કુદરતનો કોપ ફરીથી લોકો પર વરસવાનો છે!
