દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ, દેશની સુરક્ષાને લઈ કલેક્ટરનું મહત્વનું જાહેરનામું

Spread the love

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા 21 નિર્જન ટાપુ (Dwarka 21 Islands Entry Ban)ઓ પર સામાન્ય લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશની સુરક્ષા અને દરિયાઈ સીમાની સુરક્ષા મજબૂત બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જિલ્લા તંત્રના જાહેરનામા મુજબ આ પ્રતિબંધ 21 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારી અથવા સુરક્ષા એજન્સીની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ આ ટાપુઓ પર પ્રવેશ કરી શકશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

જિલ્લામાં કુલ 24 ટાપુઓ, માત્ર 2 પર માનવ વસાહત

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં કુલ 24 ટાપુઓ આવેલા છે.આમાંથી 2 ટાપુઓ પર માનવ વસાહત છે.21 ટાપુઓ સંપૂર્ણપણે નિર્જન છે. 1 ટાપુનો ઉપયોગ ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે .નિર્જન ટાપુ (Dwarka 21 Islands Entry Ban)ઓનો ઉપયોગ કોઈ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

દેશવિરોધી પ્રવૃત્તિ અટકાવવા તંત્ર સતર્ક

 

તંત્રના જણાવ્યા મુજબ નિર્જન ટાપુ (Dwarka 21 Islands Entry Ban)ઓનો ઉપયોગ ઘૂસણખોરી, ગેરકાયદેસર હેરાફેરી, માદક પદાર્થોની હિલચાલ અથવા અન્ય દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.આવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને દરિયાઈ વિસ્તારની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

 

અગાઉ પણ ટાપુઓ પર ડિમોલિશન કાર્યવાહી થઈ હતી

 

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ ટાપુઓ પર અગાઉ પણ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ટાપુ (Dwarka 21 Islands Entry Ban)ઓ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક અને અન્ય દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પણ તંત્ર દ્વારા આ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસનું પેટ્રોલિંગ વધારાયું

 

દરિયાઈ સરહદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. તંત્રનો મુખ્ય હેતુ દરિયાઈ સુરક્ષા જાળવવાનો અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનો છે.

 

જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

 

જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પ્રતિબંધિત ટાપુઓ પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.સુરક્ષાના હિતમાં લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક તંત્રને જાણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *