ન વીજળી, ન સુવિધાઓ, છતાં મહેનત ન છોડી; ટોર્ચની લાઇટ નીચે ભણીને બિમલાએ NEETમાં ઇતિહાસ રચ્યો

Spread the love

સપનાની ઉડાન જાતિ, સમાજ કે આર્થિક સ્થિતિ નથી જોતી, પરંતુ મહેનત, લગન અને હિંમત જુએ છે. આજે આપણે એવી દીકરી વિશે વાત કરી રહ્યા છે કે, જેણે અનેક પડકારો છતાં મહેનતના જોરે નીટ પરીક્ષા ક્રેક કરીને ઇતિહાસ રચ્યો છે. ખરેખરમાં, છત્તીસગઢના સરગુજા જિલ્લાની બિમલા માંઝી એક એવા સમાજમાંથી આવે છે જે ખૂબ જ પછાત છે. આવા સંજોગોમાં બિમલાની સિદ્ધિ ખૂબ જ મોટી છે.બિમલા માટે પ્રારંભિક શિક્ષણથી લઈને હાઈસ્કૂલના શિક્ષણ સુધી આર્થિક સ્થિતિ સારી નહોતી અને તેણે ખૂબ સંઘર્ષ કર્યો. તેના પિતા મજૂરી કરતા હતા. રાત્રે વીજળી નહોતી રહેતી, ત્યારે તે ટોર્ચ સળગાવીને ભણવા બેસતી હતી. વરસાદ અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ક્યારેય હાર ન માની. છેવટે તેણે અથાક પરિશ્રમથી નીટની પરીક્ષામાં સફળતા મેળવી છે.

 

માતા-પિતા અને ભાઈ બન્યા સૌથી મોટી તાકાત

 

વિમલાએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને ભાઈને આપ્યો. તેણે કહ્યું કે, ઘરની આર્થિક સ્થિતિ સારી નહતી, તેમ છતાં જ્યારે પણ અભ્યાસ માટે પૈસાની જરૂર પડતી હતી, તો માતા-પિતા કોઈને કોઈ રીતે વ્યવસ્થા કરી દેતા હતા. ભાઈ પણ દરેક જરૂરિયાતમાં સાથે ઊભો રહ્યો. વિમલાએ જણાવ્યું કે શરૂઆતમાં તેનું સપનું કલેક્ટર બનવાનું હતું. જોકે, સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેને મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારીનો અવસર મળ્યો. ગામમાં સ્વાસ્થ્ય સુવિધાઓની અછત જોઈને તેમણે ડોક્ટર બનવાનો નિર્ણય કર્યો અને નીટની પરીક્ષા આપી હતી.

 

આર્થિક તંગી બની સૌથી મોટી પડકાર

 

NEETની તૈયારી દરમિયાન આર્થિક મુશ્કેલીઓ સૌથી મોટી પડકાર રહી. ઘરમાં કમાણી કરનાર ફક્ત પિતા હતા. તેમ છતાં પરિવારે અભ્યાસ અટકવા ન દીધો. તેમણે જણાવ્યું કે ઘણીવાર જરૂરી દસ્તાવેજો જેવા કે જાતિ પ્રમાણપત્ર બનાવવા માટે ગામના લોકો અને જનપ્રતિનિધિઓ પાસેથી મદદ માંગી, પરંતુ કોઈએ મદદ ન કરી. જોકે, આ પડકારોને પોતાની તાકાત બનાવી તેણે પહેલા જ પ્રયાસમાં ક્વોલિફાય કરી લીધું છે. વિમલાનું કહેવું છે કે કોઈપણ સમાજ કે ગામનું બાળક જો મહેનત અને લગનથી અભ્યાસ કરે અને પરિવારનો સાથ મળે, તો તે દરેક મુશ્કેલીને પાર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *