ભારત શા માટે વર્ષોથી વિદેશી કચરાનું ડમ્પીંગ યાર્ડ બેંક રહ્યું છે?

Spread the love

કેનેડા, યુએસએ અને સિંગાપોરથી પાંચ 122 મેટ્રિક ટન કાગળનો કચરાના ક્ધટેનર તમિલનાડુની પેપર મિલમાં રિસાયકલ કરવા માટે મંગાવવામાં આવ્યા હતા જેને કોર્ટે પરત મોકલવા કહ્યું

 

‘અમારો દેશ કોઈની કચરાપેટી નથી!’

 

કેનેડા અને અમેરિકાથી આવેલા ક્ધટેનરોના કાગળો પર માત્ર ‘રિસાયકલ પેપર’ લખેલું હતું, પણ કસ્ટમ્સ અધિકારીઓએ દરવાજા ખોલ્યા ત્યારે અંદરથી વિદેશી ઘરોનો સડો અને ઝેરી કચરો બહાર નીકળ્યો.ચીને પોતાના દેશના દરવાજા બંધ કરી દીધા પછી, શું વિકસિત દેશોએ હવે ભારતને પોતાનું કાયમી ‘ડમ્પિંગ યાર્ડ’ માની લીધું છે? કાયદાઓની મોટી મોટી વાતો વચ્ચે આ કચરો આપણી સરહદોમાં કેવી રીતે ઘૂસી જાય છે? મદ્રાસ હાઈકોર્ટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને દેશની સાર્વભૌમત્વ પર સીધો ‘ઘા’ ગણાવી છે.

 

માર્ચ 2022માં તમિલનાડુના તુતીકોરિન બંદર પર કેનેડા, યુએસએ અને સિંગાપોરથી પાંચ ક્ધટેનર આવ્યા.

 

કાગળોમાં એવું લખેલું હતું કે આશરે 122 મેટ્રિક ટન કાગળનો કચરો છે, જે તમિલનાડુની પેપર મિલમાં રિસાયકલ કરવા માટે મંગાવવામાં આવ્યો હતો.

 

જ્યારે કસ્ટમ અધિકારીઓએ આ ક્ધટેનર ખોલ્યા, ત્યારે તેમાં કાગળની સાથે-સાથે પ્લાસ્ટિકની ખાલી બોટલો, કાચના ટુકડા, ખાવા-પીવાના કેન્સ, રસ્તાનો કચરો અને ઘરમાંથી નીકળતો નકામો કચરો ભરેલો હતો. ભારત સરકારના નિયમો મુજબ કોઈપણ પ્રકારનો નગરપાલિકાનો કચરો કે ઘરસંઘારનો કચરો દેશમાં લાવવા પર સખત પ્રતિબંધ છે.

 

આ ક્ધટેનરોને પરત મોકલવા બાબતે ચાર વર્ષ સુધી વિવાદ ચાલ્યો, જેનો અંત લાવતા હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો. કોર્ટે આ કચરો ભરેલા ક્ધટેનરોને 60 દિવસની અંદર જે-તે દેશોમાં પાછા મોકલી દેવાનો આદેશ આપ્યો. જો 60 દિવસમાં મોકલવામાં મોડું થયું, તો દરરોજ 50 હજારનો દંડ વસૂલવામાં આવશે.

 

આયાતકારો અને શિપિંગ કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ કંપનીઓએ મોટો દંડ ભરવો પડ્યો. કોર્ટે કહ્યું કે, વિકસિત દેશો દ્વારા ભારત જેવા વિકાસશીલ દેશોમાં કચરો ઠાલવવો એ આપણી દેશની સાર્વભૌમત્વ પર સીધો હુમલો છે. આ ઘટનાએ એ સવાલ ઊભો કર્યો છે કે કાયદો હોવા છતાં વિદેશી કચરો ભારતમાં કેવી રીતે ઘૂસી જાય છે?

 

વપરાયેલા ટાયરની આયાતમાં ઉછાળો થયો છે. નાણાકીય વર્ષ 21 માં 2.64 લાખ મેટ્રિક ટન હતો જે નાણાકીય વર્ષ 24 માં આંકડો 13 લાખને પાર પહોંચ્યો.

 

દર વર્ષે કાયદેસર આયાત થતો જોખમી કચરાના આંકડાઓમાં 2019-20માં 4,24,224 મેટ્રિક ટન , 2020-21માં 1,49,337 મેટ્રિક ટન, 2021-22માં 3,27,742 મેટ્રિક ટન, 2022-23માં 5,74,169 મેટ્રિક ટન, 2023-24માં 3,78,214 મેટ્રિક ટન કચરો આયાત થયો છે.

 

વર્ષ 2017માં ચીને કચરો આયાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ આ વિદેશી કચરો ભારત, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશો તરફ વળ્યો. ટોક્સિક્સ લિંકના સતીષ સિંહાનું માનવું છે કે ભારતમાં કાયદાઓની કોઈ કમી નથી, પરંતુ તપાસ, સ્કેનિંગ મશીનો અને કડક અમલીકરણની મોટી ખામી છે. લાખો ક્ધટેનરોમાંથી કયો કચરો ગેરકાયદેસર છે તે શોધવું કસ્ટમ અધિકારીઓ માટે મુશ્કેલ બને છે.

 

જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો આપણો દેશ ટૂંક સમયમાં જ વિદેશી કચરાનું મોટું ડમ્પિંગ યાર્ડ બની જશે.

 

ભારતમાં કચરાની અસલી સમસ્યા ક્યાં છે?

 

ભારત રિસાયકલ થઈ શકે તેવો કાચો માલ કાયદેસર રીતે મંજૂરી આપીને મંગાવે છે. પરંતુ નિકાલ કરવા માટેનો કચરો કે મ્યુનિસિપલ ગાર્બેજ લાવવાની કાયદેસર સખત મનાઈ છે. ભારત પોતે જ 2020માં આશરે 101 મિલિયન ટન મ્યુનિસિપલ ઘન કચરો ઉત્પન્ન કર્યો હતો. આ કચરાનો આશરે 61% ભાગ સીધો કચરાના મોટા ઢગલામાં જાય છે. આ કચરામાં 50% ઓર્ગેનિક કચરો અને 25% રિસાયકલ થઈ શકે તેવી સામગ્રી હોય છે.

 

ભૂતકાળમાં ગેરકાયદેસર થયેલા કચરાના કૌભાંડો

 

” 2026માં કેનેડા અને યુએસથી 122 મેટ્રિક ટન દૂષિત કચરો આવેલો જેને હાઈકોર્ટ દ્વારા પાછો મોકલયો.

 

” 2026માં જ જેએનપીએ બંદરે ઈ-વેસ્ટ પકડાયો, બે લોકોની ધરપકડ કરાઈ હતી.

 

” 2018માં દેશના જુદા-જુદા ક્ધટેનર ડિપો પર 469 ખતરનાક કચરાના ક્ધટેનરો વર્ષોથી લાવારસની જેમ વણવપરાયેલા પડ્યા છે.

 

” અગાઉ 2008-09 અને 2007-08માં પણ આવા કચરા ભરેલા ક્ધટેનરો પકડાયા હતા અને કોર્ટે પરત મોકલવાનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *