અજબ ગજબ: AIની મદદથી આપ્યો ઇન્ટરવ્યૂ, મળી ગઈ ₹1.5 કરોડના વાર્ષિક પેકેજવાળી નોકરી

Spread the love

આજના સમયમાં મોટા ભાગના લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે નોકરી જતી રહેવાનો ડર સતાવે છે, પરંતુ એક વ્યક્તિએ એ જ AIને પોતાની સફળતાનું સૌથી મોટું હથિયાર બનાવી દીધું. તેણે કોઈ શોર્ટકટ કે ચીટિંગનો સહારો ન લીધો, પરંતુ AIને પોતાનો સૌથી સારો ઇન્ટરવ્યૂ કોચ બનાવ્યો અને થોડા જ સમયમાં ₹1.5 કરોડના વાર્ષિક પેકેજવાળી જોરદાર નોકરી મેળવી લીધી હતી.જ્યારે આ વ્યક્તિએ પોતાની અનોખી સ્ટ્રેટેજી સોશિયલ મીડિયા પર શેર કરી, ત્યારે ટેક દુનિયામાં તેની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો AI સામાન્ય વ્યક્તિને પણ મુશ્કેલમાં મુશ્કેલ ઇન્ટરવ્યૂ પાસ કરવામાં મદદ કરી શકે છે. જો તમે પણ લાંબા સમયથી સારી નોકરી અથવા મોટા પેકેજની રાહ જોઈ રહ્યા છો, તો જાણો કે આખરે આ વ્યક્તિએ એવું શું કર્યું કે તેને સીધી ₹1.5 કરોડના પેકેજવાળી હાઈ-પેઇંગ નોકરી મળી ગઈ.

 

₹1.5 કરોડની નોકરી અપાવનારી AI સ્ટ્રેટેજી શું હતી?

 

આ વ્યક્તિએ જણાવ્યું કે, મોટા ભાગના લોકો AIનો ઉપયોગ માત્ર રિઝ્યૂમ બનાવવા અથવા સામાન્ય સવાલોના જવાબ મેળવવા માટે કરે છે, પરંતુ તેણે એક પગલું આગળ વધીને ઇન્ટરવ્યૂની તૈયારી માટે ChatGPT જેવા AI ટૂલ્સને રિયલ-ટાઇમ ‘મોક ઇન્ટરવ્યૂઅર’ તરીકે ઉપયોગ કર્યો હતો.

 

જે કંપનીમાં તેણે અરજી કરી હતી, તેનું જોબ ડિસ્ક્રિપ્શન (JD) AIમાં દાખલ કર્યું હતું. ત્યારબાદ AIને કહ્યું કે, તે કંપનીના કડક સ્વભાવના હાયરિંગ મેનેજરની ભૂમિકા ભજવે અને લાઇવ ઇન્ટરવ્યૂની જેમ સવાલો પૂછે.

 

AIને બનાવ્યો પોતાનો સૌથી મોટો સમીક્ષક

 

આ સ્ટ્રેટેજીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ હતો કે જ્યારે પણ તે કોઈ સવાલનો જવાબ આપતો, ત્યારે માત્ર વખાણ સાંભળવાને બદલે AIને પૂછતો હતો કે, ‘મારા જવાબમાં શું ખામી હતી?’ અથવા ‘આ જવાબને વધુ સારી રીતે રજૂ કરવા માટે શું કરી શકાય?’

 

AI તેના જવાબોનું વિશ્લેષણ કરતું, ભાષામાં સુધારો કરાવતું અને કંપનીને કેવા પ્રકારના જવાબો ગમે તે સમજાવતું. દિવસ-રાત પ્રેક્ટિસ કરતાં તેનો આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે જ્યારે તે વાસ્તવિક ઇન્ટરવ્યૂમાં બેઠો ત્યારે તેને એવું જ લાગ્યું કે જાણે તે પહેલાથી જ તેની તૈયારી કરી ચૂક્યો હોય.

 

મુશ્કેલ સવાલો માટે તૈયાર કર્યા ખાસ ફ્રેમવર્ક

 

કોડિંગ અને ટેક્નિકલ રાઉન્ડ ઉપરાંત મેનેજમેન્ટ અને પરિસ્થિતિ આધારિત સવાલો માટે પણ તેણે AIની મદદથી ખાસ ફ્રેમવર્ક તૈયાર કરી હતી.

 

ઉદાહરણ તરીકે, કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોય અથવા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય, તો તેનો જવાબ કેવી રીતે ગોઠવવો તે AIએ તેને શીખવ્યું હતું. AIએ તેને સમજાવ્યું કે ઓછા શબ્દોમાં પણ પોતાની વાત અસરકારક રીતે કેવી રીતે રજૂ કરી શકાય.

 

આ તૈયારીથી ઇન્ટરવ્યૂ લેનારા અધિકારીઓ ખૂબ પ્રભાવિત થયા અને તેને તરત જ ₹1.5 કરોડના વાર્ષિક પેકેજની ઓફર આપી દીધી હતી.

 

કેટલાક લોકો આને ‘સ્માર્ટ વર્ક’ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકનું માનવું છે કે તેનાથી ઇન્ટરવ્યૂની નિષ્પક્ષતા પર અસર પડી શકે છે. જોકે, મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે AI ટૂલ્સનો ઉપયોગ કરીને ઇન્ટરવ્યૂની તૈયારી કરવી ખોટી બાબત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *