ગુજરાત પોલીસ ભરતી 2026: 25,600 પદો પર થશે સીધી ભરતી, હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું

Spread the love

રાજયભરમાં પોલીસદળમાં ભરતી મામલે જાહેરહિતની અરજીમાં સરકારે સોંગદનામું કર્યુ હતુ. તેમાં એવી રજૂઆત કરી હતી કે, 2109 કોન્સ્ટેબલની નવી ભરતી કરવાની છે. ગુનેગારીના નિયત્રંણ માટે નવી 32 પોસ્ટ પર ભરતી કરવાના છે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સમાં પણ નવી ભરતી સરકાર કરવા જઈ રહી છે. કારણ કે, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં નવી ભરતી માટે ગૃહવિભાગ ગંભીર છે.સરકાર નાર્કોટિક્સ અને સાયબર ક્રાઇમ ગુનાઓના નિવારણ માટે ઉચ્ચ શિક્ષિત વ્યકિતને આઉટ સોર્સિંગ દ્વારા ભરતી કરશે. હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ‘તમે તેમને નિયમિત ભરતી કરશો? જો તમે કરાર આધારિત ભરતી કરશો તો તેમની સામે કેટલીક શરતો પણ કડક રાખવી પડશે નહીંતર જવાબદારીમાં છટકી શકશે.’

 

કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન

 

સરકારે એવી રજૂઆત કરી હતી કે, આઉટ સોર્સિંગથી ભરતી કરાયેલા અધિકારીઓને ડીજીપી સાથે બેઠક કરીને તેમના મોનિટરીંગ હેઠળ કામગીરી સોપવામાં આવશે. જેથી કરીને યોગ્ય દિશામાં ઝડપી તપાસ નિષ્ણાતો કરી શકે. પોલીસ બેડામાં 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં આવશે. કુલ 25,600 જગ્યા પર સીધી ભરતી થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *