યુરોપ પહોંચવાના પ્રયાસમાં મોટી દુર્ઘટના: મોરોક્કોના 18 પ્રવાસીઓના મોત, સરહદ પર મચી નાસભાગ

Spread the love

યુરોપમાં પ્રવેશ મેળવવાના પ્રયાસ દરમિયાન મોરોક્કો અને સ્પેનની સરહદ (Morocco Spain Border) પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેરકાયદે રીતે સ્પેનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા સમયે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 18 આફ્રિકી પ્રવાસીઓના મોત થયા છે.ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, નાસભાગ દરમિયાન કેટલાક લોકો દબાઈ ગયા, શ્વાસ રૂંધાયો તો કેટલાક દરિયામાં પડી જવાથી મોતને ભેટ્યા હતા.મળતી માહિતી અનુસાર, મોરોક્કોથી સ્પેનના સ્યુટા શહેરમાં પ્રવેશ કરવા માટે લગભગ 3 હજાર જેટલા પ્રવાસીઓએ એકસાથે પ્રયાસ કર્યો હતો.સવારના સમયે સુરક્ષા દળોની હિલચાલ ઓછી હોવાનો લાભ લઈને મોટી સંખ્યામાં લોકો સરહદ (Morocco Spain Border) તરફ આગળ વધ્યા હતા.પરંતુ સરહદ પર પોલીસની સુરક્ષા વ્યવસ્થા, વાડ અને સાંકડા રસ્તાઓના કારણે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

નાસભાગમાં દબાઈ જવાથી અને દરિયામાં ડૂબવાથી મોત

 

સરહદ (Morocco Spain Border) પાર કરવાની કોશિશ દરમિયાન લોકો એકબીજા ઉપર પડી ગયા હતા.આ દુર્ઘટનામાં કેટલાક લોકો દબાઈ ગયા હતા. કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયા હતા. કેટલાક લોકો દરિયામાં પડી જતાં ડૂબી ગયા હતા.આ ઘટનામાં સ્પેનિશ અને મોરોક્કોના 100થી વધુ સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

 

સ્યુટા મારફતે યુરોપ પહોંચવાની કોશિશ કેમ થાય છે?

 

સ્યુટા ભૌગોલિક રીતે આફ્રિકા ખંડમાં આવેલું છે, પરંતુ તે સ્પેન અને યુરોપિયન યુનિયનનો ભાગ છે.આ કારણે ઘણા આફ્રિકી અને એશિયન દેશોના લોકો સારા જીવન અને રોજગારની આશામાં અહીંથી યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.સ્યુટા અને મેલિલા એવા બે વિસ્તાર છે જ્યાં આફ્રિકા અને યુરોપ વચ્ચે સીધી જમીની સરહદ જોડાય છે.

 

આ સપ્તાહમાં 1500થી વધુ લોકો સ્યુટામાં પહોંચ્યા

 

સ્યુટામાં પ્રવેશ માટે કેટલાક લોકો દરિયામાં તરીને સરહદ (Morocco Spain Border) પાર કરે છે. નાની બોટનો ઉપયોગ કરે છે. સરહદી વાડ પર ચઢીને અથવા તેને તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આ સપ્તાહની શરૂઆતમાં જ લગભગ 1500 પ્રવાસીઓ સ્યુટામાં પ્રવેશી ચૂક્યા હતા.

 

સ્પેને વધારી સરહદ સુરક્ષા

 

પરિસ્થિતિ ગંભીર બનતા સ્પેન સરકારે સરહદ (Morocco Spain Border) પર સુરક્ષા વધારી છે. સુરક્ષા માટે વધારાની સેનાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હવાઈ અને નૌકાદળની દેખરેખ વધારવામાં આવી છે. દરિયાઈ માર્ગ પર નજર રાખવા માટે ડાઇવર્સની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. યુરોપિયન યુનિયને પણ સ્પેનને મદદની ઓફર કરી છે.

 

સ્યુટા અને મેલિલાને લઈને સ્પેન-મોરોક્કો વચ્ચે વિવાદ

 

સ્યુટા અને મેલિલા વિસ્તારને લઈને લાંબા સમયથી સ્પેન અને મોરોક્કો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.મોરોક્કોનું કહેવું છે કે આ બંને શહેરો તેના ભાગ હોવા જોઈએ. સ્પેનનું કહેવું છે કે સ્યુટા પર તેનો કબજો સદીઓ જૂનો છે. સ્યુટા પર પોર્ટુગલે 1415માં કબજો કર્યો હતો અને 1668માં તેને સ્પેનને સોંપવામાં આવ્યું હતું.

 

સ્પેન માટે સ્યુટા કેમ મહત્વનું છે?

 

વ્યૂહાત્મક મહત્વ

 

સ્યુટા જિબ્રાલ્ટર સ્ટ્રેટ નજીક આવેલું છે, જ્યાંથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર નજર રાખી શકાય છે.

 

રાજકીય મહત્વ

 

જો સ્પેન સ્યુટા છોડે તો મેલિલા પર પણ દબાણ વધી શકે છે, જે સુરક્ષા માટે પડકાર બની શકે છે.

 

સ્થાનિક લોકોની ઇચ્છા

 

સ્યુટાના મોટા ભાગના રહેવાસીઓ પોતાને સ્પેનિશ માને છે અને સ્પેન સાથે જોડાયેલા રહેવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *