ગ્રીન રિવોલ્યુએશનને વેગ આપવા માટે અને એનર્જી કટોકટીમાં રાહત માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ માર્કેટમાં મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. મેક-ઇન-ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ વેગ આપવા માટે ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ Oy સાથે સંયુક્ત સાહસ કર્યું છે.
જે નેક્સ્ટ-જનરેશન સીબીજી સોલ્યુશન્સ દ્વારા દેશના રિન્યૂએબલ એનર્જીના લક્ષ્યોને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબીત થશે. દેશમાં અત્યારે કોમ્પ્રેસ્ડ બાયોગેસનું માર્કેટ સરેરાશ 8-9 હજાર કરોડનું છે જે આગામી સમયમાં 35-40 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ સાથે વર્ષ 2032 સુધીમાં અંદાજે 30000 કરોડને આંબી જશે તેવો નિર્દેશ ઇન્ફિસ્ટાર ગ્રૂપના ચેરમેન-એમડી સુહ્રદ સારાભાઇએ દર્શાવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે કંપની દેશમાં આગામી પાંચ વર્ષમાં આ સેગમેન્ટમાં 150થી વધુ પ્લાન્ટના વેચાણનો ટાર્ગેટ મુક્યો છે. એટલું જ નહિં ચાલુ નાણા વર્ષમાં કંપની 150 કરોડના વેચાણ ટાર્ગેટ છે. જે 2028માં ત્રણ ગણા વૃદ્ધિ સાથે 500 કરોડ અને 2029માં 800-850 કરોડનો લક્ષ્યાંક રાખી આગળ વધી રહી છે. સંયુક્ત સાહસ આર્કિસ્ટાર બાયોએનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મેક-ઇન-ઇન્ડિયા મોડ્યુલર પ્લગ-ફ્લો સીબીજી પ્લાન્ટ્સ (<3 TPD) ડિલિવર કરશે.
