નવી દિલ્હી, તા.30 ડિજિટલ પેમેન્ટ સંબંધિત સેવાઓમાં છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લાં સાડા ચાર વર્ષમાં સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. જેમાં સૌથી વધુ કેસો ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા છે.
આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 (સપ્ટેમ્બર 2025 સુધી) દરમિયાન બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ડિજિટલ પેમેન્ટ છેતરપિંડીના 5,83,291 કેસો નોંધ્યાં છે.આ કેસોમાં રૂ।.3,588.22 કરોડની છેતરપિંડી થઈ હતી, જ્યારે પીડિતોને અત્યાર સુધીમાં માત્ર રૂ।.238.83 કરોડ જ પરત અપાવી શકાયા છે.
રાજ્યસભામાં સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું કે સૌથી વધુ છેતરપિંડી ક્રેડિટ કાર્ડના નામે થઈ રહી છે. ત્યાર બાદ ઈન્ટરનેટ બેંકિંગ, ડેબિટ અને એટીએમ કાર્ડનો નંબર આવે છે. જ્યારે સૌથી ઓછી છેતરપિંડી યુપીઆઈ (UPI) ના નામે કરવામાં આવી છે. આના પરથી ખબર પડે છે કે બેંકોની સરખામણીમાં યુપીઆઈની સિસ્ટમ ઘણી વધુ મજબૂત છે
