અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કાલુપુર ઘી બજાર ખાતે આવેલ જનક વિરેન્દ્ર મોદીને ત્યાંથી 20 જુલાઈના રોજ અગ્નિ બ્રાન્ડના નામે ગાય કા શુધ્ધ દેશી ઘીનું સેમ્પલ લીધુ હતુ.જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયુ હતુ. 1 ઓગસ્ટે ફૂડ વિભાગે રામનગર, સાબરમતી ખાતે આવેલા ડિસ્ટ્રીબ્યુટર ઋષભ ઘી ભંડાર ખાતે તપાસ હાથ ધરીને શંકાસ્પદ ઘીનો રૂપિયા 11 લાખથી વધુ કીંમતનો જથ્થો સીઝ કરાયો હતો.આ ઉપરાંત અગ્નિ બ્રાન્ડના 15 કીલોના અને પ્યોર કાઉ દેશી ઘી 15 કીલોના પેક ટીનમાંથી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે. સીઝ કરાયેલ ઘીનુ ઉત્પાદન મધ્યપ્રદેશના ઈંદોરમાં થતુ હોવાની વિગત તપાસમાં ખુલતા ઈંદોરના ડેઝિગ્નેટેડ ઓફિસરને ઈ-મેઈલ મારફતે જાણ કરવા ઉપરાંત ફૂડ વિભાગ, ગાધીનગરને પણ જાણ કરવામાં આવી છે.
લેવામા આવેલ ઘીનુ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઓફિસર ડોકટર તેજસ શાહે કહ્યું, શુધ્ધ ઘીના નામે ઘીમા વનસ્પતિ ઘી સહિત અન્ય ચીજોની મિલાવટ કરાઈ કે કેમ તે અંગે તપાસ કરાશે. કાલુપુર ઘી બજારના વેપારીને ત્યાંથી લેવામા આવેલ ઘીનુ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા પછી રામનગર, સાબરમતી ખાતે ઋષભ ઘી ભંડાર કે જેના માલિક અશોકકુમાર ફતેહલાલ બાગરેચા છે તેમને ત્યાં તપાસ કરી જથ્થો સીઝ કરાયો છે.
