અમદાવાદમાંથી પકડાયુ બનાવટી દારૂનું કારખાનું, PCBએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા

Spread the love

શહેરના શાહપુર વિસ્તારમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂને મોંઘી બ્રાન્ડના દારૂ તરીકે તૈયાર કરી વેચવાના ગેરકાયદેસર કારોબારનો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. PCBની ટીમે હલીમની ખડકી પાસે આવેલી મઢવાળાની પોળમાં દરોડો પાડી ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા એક આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસને મળેલી ચોક્કસ માહિતી આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપીઓ એક મકાનમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, તેના પર નકલી સ્ટીકર અને બુચ લગાવી પ્રીમિયમ બ્રાન્ડ તરીકે તૈયાર કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ PCBની ટીમને સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 227 શીલબંધ બોટલો, બ્રાન્ડેડ ખાલી બોટલો, બુચ, સ્ટીકરો, ફ્લેવર, હેર ડ્રાયર, મોબાઈલ ફોન તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ. 1,56,410નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

જોકે, આ દારૂ બનાવતા આરોપીઓમાં મંદિપ કનુભાઈ ભાવસાર, કૈલાશ જયંતીભાઈ બોડાણા, દેવ પ્રતિકકુમાર પટેલ અને દેવાંગ અમિતભાઈ જાનીની ધરપકડ કરી છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર વીક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઈ ચૌહાણ નામનો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો મુખ્ય સંચાલક વીક્કી ઉર્ફે મંગો હતો હાલ તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. PCBએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આ નકલી પ્રીમિયમ દારૂનો જથ્થો ક્યાં અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તેમજ આ રેકેટ સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *