RBI New FD Rules: 1 ઓક્ટોબરથી બદલાશે ફિક્સ્ડ ડિપોઝિટના નિયમો, રોકાણ કરતા પહેલાં જાણી લો નવો નિર્ણય

Spread the love

જોતમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી જ રોકાણ કરેલું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોમાં જમા અનામત અને તેના પર મળતા વ્યાજ દર સાથે જોડાયેલા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ નવા નિયમો આગામી 1 ઓક્ટોબર 2026થી દેશભરમાં લાગુ થવા જઈ રહ્યા છે.RBIના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. જો કે, રોકાણકારોએ એ સમજવું જરૂરી છે કે આ ફેરફારોથી વ્યાજ દરોમાં કોઈ તાત્કાલિક મોટો ઘટાડો કે વધારો થવાનો નથી, પરંતુ પ્રક્રિયા ગ્રાહકો માટે વધુ સરળ અને સમાન બનશે.

હવે દરેક બ્રાન્ચમાં મળશે એકસરખું વ્યાજRBIના નવા નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં (Branches) એક જ દિવસે અને સમાન મુદત માટે સમાન રકમની FD કરાવે છે, તો તેને દરેક શાખામાં એક સરખો જ વ્યાજ દર મળશે. અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે કેટલીક બેંકો પોતાની અલગ-અલગ શાખાઓમાં સ્થાનિક જરૂરિયાતો મુજબ વ્યાજ દરમાં થોડો ફેરફાર કરતી હતી. નવા નિયમ બાદ બેંકો આ પ્રકારે ભેદભાવ કરી શકશે નહીં, જેનાથી સામાન્ય ગ્રાહકોને મોટો ફાયદો થશે.

વ્યાજ દરોની માહિતી અગાઉથી કરવી પડશે જાહેરનવા નિયમો હેઠળ હવે તમામ બેંકો માટે તે અનિવાર્ય રહેશે કે તેઓ પોતાના ડિપોઝિટ રેટ્સ અને FD સ્કીમના વ્યાજ દરો અગાઉથી જ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરે. બેંકોએ ગ્રાહકોને એ જ વ્યાજ દર આપવો પડશે જે તેમની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. આનાથી ગ્રાહકો ઘરે બેઠા જ અલગ-અલગ બેંકોના વ્યાજ દરોની તુલના કરી શકશે અને પોતાના રોકાણ માટે યોગ્ય નિર્ણય લઈ શકશે.

બલ્ક ડિપોઝિટના નિયમોમાં પણ આંશિક રાહતઆરબીઆઈએ સામાન્ય ગ્રાહકો સિવાય મોટી રકમ જમા કરાવતા સંસ્થાગત રોકાણકારો અને બલ્ક ડિપોઝિટર્સ માટે પણ નિયમોમાં સુધારો કર્યો છે. બેંકો હવે બજારની સ્થિતિ અને પોતાની લિક્વિડિટી (રોકડ)ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટી રકમના ડિપોઝિટ પર અલગથી વ્યાજ દર નક્કી કરી શકશે. આ નિયમ બિન-નિવાસી ભારતીય (NRI) ના રૂપિયા વાળા મોટા એકાઉન્ટ્સ પર પણ લાગુ થશે, જેથી બેંકોને ફંડ એકત્રિત કરવામાં વધુ ફ્લેક્સિબિલિટી મળશે.

શું ઓક્ટોબરથી વ્યાજ દરો બદલાઈ જશે?સામાન્ય લોકોમાં એવો ભ્રમ હોઈ શકે છે કે 1 ઓક્ટોબરથી FD પર વ્યાજ વધી જશે, પરંતુ RBI એ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજ દરો નક્કી કરવાનો અધિકાર હંમેશાની જેમ બેંકો પાસે જ રહેશે. બેંકો પોતાની નાણાકીય સ્થિતિ, માર્કેટ રેપ રેટ અને ફંડિંગ કોસ્ટના આધારે જ વ્યાજ નક્કી કરશે. આરબીઆઈનો હેતુ માત્ર વ્યાજની વહેંચણી અને તેની માહિતી આપવાની રીતને વધુ સમાન અને પારદર્શક બનાવવાનો છે.

કઈ બેંકોને લાગુ પડશે આ નિયમ?RBI દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈન મુજબ, આ નિયમો દેશની લગભગ તમામ નાની-મોટી બેંકો પર સમાન રીતે લાગુ થશે. જેમાં તમામ પબ્લિક અને પ્રાઇવેટ કમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB), લોકલ એરિયા બેંકો, પેમેન્ટ બેંકો અને અર્બન કો-ઓપરેટિવ બેંકોનો સમાવેશ થાય છે. આ વ્યાપક ફેરફારથી દેશના કરોડો મધ્યમવર્ગીય પરિવારો જેઓ સુરક્ષિત રોકાણ તરીકે FD પર ભરોસો કરે છે, તેમને મોટી રાહત મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *