ગુજરાત માટે રાહતના સમાચાર.! સરદાર સરોવર ડેમ 131 મીટરને પાર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Spread the love

ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર પહોંચી છે. હાલમાં ડેમની સપાટી 131.31 મીટર નોંધાઈ છે. ઉપરવાસમાંથી સતત પાણીની ભારે આવક થવાને કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

 

મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં 44,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.છેલ્લા 24 કલાકમાં જ ડેમની જળસપાટીમાં અંદાજે 1 મીટરનો વધારો થયો છે, જે ચોમાસાની સક્રિયતાનો સ્પષ્ટ સંકેત છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલમાં તે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 76% જેટલો ભરાયેલો છે.

 

આ વધતી જળસપાટી ગુજરાતના ખેડૂતો, શહેરો અને ઉદ્યોગો માટે સકારાત્મક સંકેત છે. આગામી સમયમાં સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે આ પાણી અત્યંત ઉપયોગી થશે. નર્મદા ડેમ હવે સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં છે, જે રાજ્યની જળ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *