CCTV: મોઢું ઢાંકીને સ્કૂલમાં ઘૂસ્યો અને શિક્ષિકા પર તૂટી પડ્યો; 32 સેકન્ડમાં 34 વાર છરીના ઘા માર્યા

Spread the love

હરિયાણાના ફરીદાબાદના સિકરૌના ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરસ્વતી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં દિવસે મહિલા શિક્ષિકાની હત્યા કરી દેવામાં આવી હતી. સવારે એક મોઢું ઢાંકીને આવેલો વ્યક્તિ સ્કૂલ પરિસરમાં ઘૂસ્યો અને શિક્ષિકા સંધ્યા પર છરીથી તાબડતોબ વાર કર્યા હતા. વચ્ચે બચાવવા આવેલા પ્રિન્સિપાલ ડૉ. તેજપાલ શર્મા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો.આ સમગ્ર ક્રૂરતા CCTVમાં કેદ થઈ ગઈ છે.

 

કહેવાય છે કે મહિલા શિક્ષિકાએ થોડા દિવસ પહેલાં આરોપી વિરુદ્ધ છેડતીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી અને તેણે બધાની સામે માફી માગી લીધી હતી.

 

મળતી માહિતી મુજબ, સોમવારે સવારે મોઢું ઢાંકીને આવેલો યુવક ગામની ખાનગી સ્કૂલ સરસ્વતી સિનિયર સેકન્ડરીમાં પહોંચ્યો અને મહિલા શિક્ષિકા પર 32 સેકન્ડમાં 34 વાર કર્યા હતા. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગઈ અને ત્યારબાદ શિક્ષિકાનું મોત થયું હતું. ઘટના સવારે 9:40 વાગ્યાની છે. છરીથી હુમલો કરનાર યુવક ગામ કોર્ટનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.સ્કૂલના સંચાલક તેજપાલ સિંહે જણાવ્યું કે, સંધ્યા એક વર્ષથી અમારી સ્કૂલમાં ભણાવતી હતી. આ દરમિયાન હું સવારે મારી ઓફિસમાં બેઠો હતો ત્યારે મને ચીસોનો અવાજ સંભળાયો અને બહાર આવ્યો તો જોયું કે આરોપી શિક્ષિકા પર હુમલો કરી રહ્યો હતો. ઘટના બાદ આરોપી નંબર વગરની બાઇક પર ત્યાંથી ભાગી ગયો હતો. મને પણ છરીથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્કૂલના સંચાલક તેજપાલ સિંહે કહ્યું કે, આરોપીએ સુરક્ષાકર્મીને કહ્યું હતું કે તે મેડમને મળવા માટે આવ્યો છે.

 

ઘટનાનો વીડિયો સામે આવ્યો

 

માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ શિક્ષિકા સંધ્યાને અલફલાહ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. હાલમાં ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. મૃતકની ઓળખ સંધ્યા તરીકે થઈ છે અને તે ડબુઆ બલ્લભગઢની રહેવાસી હતી. હાલમાં સંધ્યા પોતાના પતિ વિક્કી સાથે ફિરોઝપુર કલાંમાં રહેતી હતી અને સિકરૌના ગામની સરસ્વતી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષિકા હતી. હુમલાના CCTV ફૂટેજમાં મહિલા શિક્ષિકા પોતાને બચાવવાનો પ્રયાસ કરતી અને જમીન પરથી ઊભી થતી પણ જોવા મળી રહી છે, પરંતુ આરોપી સતત છરીથી વાર કરતો રહ્યો. આ દરમિયાન પ્રિન્સિપાલે પણ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

સિકરૌના ચોકીના ઇન્ચાર્જ મનોજ કુમારે જણાવ્યું કે, ઘટનાની માહિતી હોસ્પિટલમાંથી મળી હતી અને હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ નથી. મહિલા શિક્ષિકાનું નામ સંધ્યા હતું અને તે ખાનગી સ્કૂલમાં ભણાવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *