ઈરાન સામે લડવા અમેરિકા એ લાંબા અંતરથી બધી મિસાઈલ વાપરી નાંખી; હવે યુદ્ધ વધે તો નુકસાન વધશે

Spread the love

રૉયટર્સની રિપોર્ટ અનુસાર, ઈરાન સાથે 5 મહિનાથી ચાલી રહેલ યુદ્ધમાં અમેરિકા પોતાની સૌથી મહત્ત્વપૂર્ણ લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલોનો ભંડાર સંપૂર્ણ પણે વાપરી ચૂક્યું છે. જેના કારણે પેન્ટાગોનની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, જો ભવિષ્યમાં યુદ્ધ લંબાય અને ચીન કે રશિયા સાથે મોટા સંઘર્ષમાં ઉતરવાનો વારો આવે તો અમેરિકાની સૈન્ય તૈયારીઓને ગંભીર અસર થઈ શકે છે.રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, આ યુદ્ધમાં ATACMS અને PrSM જેવી મિસાઈલોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, તેમનો મિસાઈલ ભંડાર લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે, જોકે- કયા પ્રકારની અને કેટલી મિસાઈલો હાલ બાકી છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઈન્ટરસેપ્ટર મિસાઈલો ખૂંટી ત્યારે અપાયો હતો નવો ઓર્ડરઆ અગાઉ પેટ્રિયટ અને થાડ જેવી એર ડિફેન્સ સિસ્ટમની ઈન્ટરસેપ્ટર મિસાઈલોનો ભંડાર ઝડપથી ઘટ્યો હતો. સમીક્ષા અનુસાર, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અમેરિકા પોતાની 65% પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર અને ઓછામાં ઓછી 38% થાડ ઈન્ટરસેપ્ટર મિસાઈલ વાપરી ચૂક્યું હતું. આ મિસાઈલોનો ભંડાર ઘણો ઘટી ગયો હોવાને કારણે તેણે અમેરિકન કંપનીને તેનો મોટો ઓર્ડર પણ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, જોકે- તેને ઓર્ડરની મિસાઈલો 2030 સુધીમાં મળી શકે છે. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવાઓને ફગાવતા કહ્યું કે- અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ હથિયાર છે અને ડિફેન્સ કંપનીઓ અગાઉ કરતા વધુ ઉત્પાદન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *