ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ગાંધીનગર જિલ્લાના નાગરિકો પસંદગીનો નંબર મેળવી શકે તે માટે ટુ વ્હીલર તથા એલ.એમ.વી. કારની સીરીઝનું રી-ઓક્શન આયોજન કરવામાં આવ્યું છે. રી-ઓકશનની ઓનલાઇન અરજી તા. ૦૧ ઓગસ્ટ થી તા. ૦૩ ઓગસ્ટ સુધી કરી શકાશે, તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.
ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ વ્હીલરમાં GJ-18-DG,GJ-18-DH,GJ-18-DJ,GJ-18-DK,GI-18-DL તથા એલ.એમ.વી કારની સીરીઝ GJ-18-BK, GJ-18-BL, GJ-18-BM, GJ-16-BN, GJ-18-BP સીરીઝમાં રી-ઓક્શન કરવામાં આવશે. પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્રથી આપેલી સૂચનાનુસાર ગોલ્ડન નંબરો, સિલ્વર નંબરો, બેઝ એમાઉન્ટ રજિસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રીતે યથાવત રાખી, વાહન ૪.૦ માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડને લક્ષમાં રાખી, સરકારશ્રી દ્વારા વાહનના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા ONLINE AUCTION થી કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
ઓનલાઈન ઓકશનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે. આ ઉમેરો રૂ.1000/-ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESS જેમ એક જ વખત BIDD PROcess કરી શકશે નહી. ઓનલાઇન અરજી તા. ૦૧ થી ૦૩ ઓગસ્ટ, ૨૦૨૧ દરમ્યાન કરી શકાશે. ઇ- ઓકશનનો બિડિંગ કરવાનો સમય તા. ૦૪ થી ૦૬ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીનો રેહશે. ઇ- ઓક્શનનું પરિણામ તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ બપોરના ૩.૦૦ કલાક સુધી જાહેર કરવામાં આવશે.
ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે. આ માટે http:/parivahan.goin/parivahan પર નોંધણી, યુઝર આઇ.ડી.પાસવર્ડ તૈયાર કરવાનો રેહશે. વેબસાઈટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો.આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDDI-A ઉપર આપવામાં આવી છે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પ (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (Base price) ને જપ્ત કરવામાં આવશે. ફરીવાર હરાજી કરાવવામાં આવશે. ઓનલાઈન ઓકશન દરમ્યાન અરજદારે આરબીઆઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. ટુ- વ્હીલર તથા ફોર- વ્હીલર માટે સિલ્વર નંબર તથા ગોલ્ડ નંબર માટે જરૂરી Base price ચૂકવવાની રહેશે.
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલાં અરજદારને સફ઼ળ ગણી બાકીના નાણાં-દિન-પ (પાંચ)માં ભરપાઈ કરવા માટે SMS કે E-mail થી જાણ કરવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, Net Banking, credit/Debit card થી ચુકવણું કર્યું હશે તો તે જ Mode થી નાણાં અરજદારના ખાતામાં SBI- epay દ્વારા પરત કરવામાં આવશે, તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.