ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની ઉજવણી માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ ૧૬માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આગામી ૭ ઓગસ્ટે તેમનો ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે ૧ થી ૯ ઓગસ્ટ સુધી ભવ્ય કાર્યક્રમો યોજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવામાં આવનાર છે.આ ઉજવણી ૧ ઓગસ્ટથી લઈ ૯ ઓગસ્ટ દરમિયાન ચાલશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરાઈ શકે છે.જ્યારે આ કાર્યક્રમ દરમિયા ૫૦ હજાર યુવાનોએ રોજગાર પત્ર પણ એનાયત કરવામાં આવશે.એટલું નહીં આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે પ્રજા સમક્ષ સરકારની છબી સ્વચ્છ કરવા અને સુધારવાનો પ્રસાય પણ કરવામાં આવી શકે છે. કોરોના કાળમાં આરોગ્યની સુવિધાઓને અસર થઈ હતી જેને લઈ પ્રજામાં સરકાર પ્રત્યે રોષ જાેવા મળી રહ્યો હતો. જાે કે મુખ્યમંત્રી કાર્યકાળમાં મુખ્યમંત્રી તરીકે અનેક મહત્વ પૂર્ણ ર્નિણયનો લીધા છે અને પ્રજા સમક્ષ સરકાર સંવેદનશીલ સરકાર તરીકેની છબી ઉભરી આવી છે.આ ઉજવણી ૧ ઓગસ્ટથી લઈ ૯ ઓગસ્ટ દરમિયાન ચાલશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે એવુ મનાઈ રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરાઈ શકે છે જ્યારે આ કાર્યક્રમ દરમિયા ૫૦ હજાર યુવાનોએ રોજગાર પત્ર પણ એનાયત કરવામાં આવશે.