ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસું સામાન્ય રહ્યું છે, કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે તો કોઈ જગ્યાએ હજુ વરસાદની ઘટ છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં એટલો વરસાદ પડ્યો કે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. બીજીતરફ જદ્વારકા-કચ્છ સહિત અન્ય જગ્યાએ ઓછો વરસાદ પડ્યો છે. તેવામાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે.હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 8થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન 15થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગ્રહોના ગોચર અને નક્ષત્રોની સ્થિતિને આધારે રાજ્યના હવામાનમાં પલટો આવશે. અંબાલાલે કહ્યુ કે 5 ઓગસ્ટથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હળવા છાંટા પડી શકે છે. અંબાલાલે જણાવ્યું કે આઠ ઓગસ્ટથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વરસાદી માહોલ શરૂ થઈ શકે છે. આ સિવાય 10થી 15 ઓગસ્ટ વચ્ચે ધોધમાર વરસાદ થઈ શકે છે.અડધુ ચોમાસું વિત્યું છતાં દ્વારકા પંથકમાં માત્ર 4 ટકા જ વરસાદ નોંધાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…તો આ તરફ ખંભાળિયા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ખેડૂતોએ વરસાદની આશાએ જે પાક વાવ્યો તે વરસાદના અભાવે નુકસાની પામ્યો….હાલ સ્થાનિક નદી-નાળા, ચેકડેમ, મોટા ડેમ, કૂવા અને બોરવેલમાં પણ પૂરતું પાણી ન હોવાનો સ્થાનિક ખેડૂતોએ દાવો કર્યો….વરસાદની અછતની સીધી અને ગંભીર અસર પશુપાલન પર પણ પડી…. પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો અને પશુ પાલકોએ સરકાર પાસે રાહત પેકેજની માગ કરી છે.
તમારે પણ અમીર બનવું છે? ગુજરાતીઓની આ સ્માર્ટ મની ફોર્મ્યુલા અપનાવો, બદલાઈ જશે ભાગ્ય
સરદાર સરોવર ડેમની સપાટી વધી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી 35 હજાર 788 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 132.36 મીટર પર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 24 કલાકમાં 31 સેન્ટિમીટરનો સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમ 75 ટકા ભરાયો છે. જે જનતા માટે ખૂબ જ રાહતના સમાચાર છે.
