Surendranagrમાં પોલીસકર્મીના ઘરે ડબ્બા ટ્રેડિંગનો મામલો, રેન્જ DIGએ રાજકોટ ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી

Spread the love

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસકર્મીના નિવાસસ્થાનેથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. આ સમગ્ર ચકચારી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ ડીઆઈજી (DIG) દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવાના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે.રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવેલી આ મહત્વની તપાસ અંતર્ગત જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ડી. પરમાર આ કેસના તપાસ અધિકારી રહેશે. આ સમગ્ર તપાસ પ્રક્રિયા આઈપીએસ (IPS) અધિકારી અને એએસપી (ASP) સિમરન ભારદ્વાજના સીધા સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે, જેથી તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે.

 

ફરાર પોલીસકર્મી સંજયસિંહની સઘન શોધખોળ શરૂ

 

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવ્યા બાદથી જ વિવાદના ઘેરામાં આવેલા અને ફરાર થઈ ગયેલા પોલીસકર્મી સંજયસિંહને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસકર્મી જ આ પ્રકારે કાયદા વિરુદ્ધના ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલા હોવાથી વિભાગીય સ્તરે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *