મહેસાણાના એક વૃદ્ધ દંપતી આગામી 9 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા પોતાના પુત્ર પાસે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે પહેલાં સોના-ચાંદીના દાગીના સુરક્ષિત રાખવા માટે તેઓ પુત્રીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કલોલથી શેરથા સુધી ઈકો ગાડીમાં મુસાફરી દરમિયાન તસ્કરોએ તેમનો થેલો નિશાન બનાવ્યો હતો. મુસાફરી વખતે દાગીનાનો થેલો વૃદ્ધના પગ અને સામે બેઠેલા મુસાફરની વચ્ચે રખાયો હતો, જેનો લાભ ઉઠાવી ગાડીમાં સવાર ત્રણ શંકાસ્પદ શખ્સોએ રૂ.8.69 લાખની મત્તાના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કરી લીધો હતો. શેરથા પહોંચીને થેલો તપાસતા આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. આ બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજ તેમજ ઈકો ગાડીના અન્ય મુસાફરોની વિગતો મેળવી આગળની તપાસ તેજ કરી છે.
વરસાદનું પુરું થયું નથી ત્યાં વાવાઝોડા માટે તૈયાર રહો! અંબાલાલે કીધું એટલે ફાઈનલ; મહિના સાથે કરી આગાહી, ઓગસ્ટમાં રહેશે ભરપૂર વરસાદ
મળતી માહિતી મુજબ, દંપતી પોતાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પુત્રીના ઘરે સુરક્ષિત મૂકવા માટે જઈ રહ્યું હતું. મુસાફરી દરમિયાન તેમણે દાગીના અને રોકડ ભરેલો થેલો વૃદ્ધના પગ અને સામેની સીટ પર બેઠેલા મુસાફરના પગ વચ્ચે રાખ્યો હતો. કલોલથી શેરથા સુધીની ટૂંકી મુસાફરી દરમિયાન ઈકો ગાડીમાં બેઠેલા તસ્કરોએ ચાલાકીપૂર્વક થેલામાંથી દાગીના અને રોકડ રકમની સેરવી લીધા હતા.
દંપતી જ્યારે શેરથા પહોંચ્યું અને તેમણે થેલો તપાસ્યો ત્યારે અંદરથી રૂ. 8.69 લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ગાયબ હોવાનું જણાયું હતું, જેથી ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના બાદ દંપતી ભારે આઘાતમાં સરી પડ્યું હતું. ચોરીની આ ઘટનામાં ઈકો ગાડીમાં સાથે બેઠેલા ત્રણ શંકાસ્પદ શખ્સો સામે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતીઓને હવે અમેરિકામાં સિટિઝનશિપ મેળવવી અઘરી! USમાં જન્મ લેનારા વિદેશીઓના સંતાનોને નહીં મળે નાગરિકતા
ઘટના સંદર્ભે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને ચોરોને ઝડપી પાડવા માટે ઈકો ગાડીના મુસાફરોની વિગતો એકત્રિત કરવા સાથે માર્ગ પરના CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ તેજ કરી છે.