રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કાયદાની ખુરશી પર કેટલા મોટા ડાઘ લાગે છે, તેની જીવતી જાગતી મિસાલ સુરેન્દ્રનગરમાં સામે આવી છે! જે ખાખી અડ્ડાઓ પર દરોડા પાડવા માટે જાણીતી છે, તે જ ખાખીવાળાના ઘરે છેલ્લા દસ વર્ષથી ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. પણ હવે સવાલ એ છે કે દસ વર્ષથી આંખ આડા કાન કરનાર સ્થાનિક પોલીસ ક્યારે બેનકાબ થશે?પોલીસના ઘરે જ 10 વર્ષથી ધમધમતું ડબ્બા ટ્રેડિંગ બેનકાબ
200થી વધુ ખેલાડીઓ, 20 લાખની લિમીટ!
રક્ષકના ઘરે જ ગેરકાયદે ધંધો!
જે પોલીસ જુગારના અડ્ડા બંધ કરાવે છે. એ જ પોલીસકર્મીના ઘરે જો દસ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોય તો સવાલ તો ઉઠે જ! સુરેન્દ્રનગરના રતનપરમાં ASIના ઘરે રાજકોટ રેન્જ IG સ્ક્વોડે દરોડો પાડ્યો અને ડબ્બા ટ્રેડિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાત આરોપીઓ ઝડપાયા છે, પોલીસકર્મી સસ્પેન્ડ થયો છે અને હવે તપાસ જેતપુર DYSPને સોંપાઈ છે.
મેઘરાજાનો બ્રેક પૂરો! આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી ધમાકેદાર બેટિંગના એંધાણ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ડરામણી આગાહી
અત્યાર સુધી સ્થાનિક પોલીસ શું કરતી હતી?
સૌથી મોટો સવાલ એ છે કે, દસ વર્ષથી ચાલતા આ ખેલની સ્થાનિક પોલીસને જાણ નહોતી? પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં ગ્રાહકો માટે 5 લાખ રૂપિયા સુધીની રમવાની લિમિટ, જ્યારે બ્રોકરો માટે 20 લાખ રૂપિયા સુધીની લિમિટ નક્કી કરવામાં આવી હતી. હિસાબ લખવા માટે પણ માણસો રાખવામાં આવ્યા હતા. દરોડામાં લેપટોપ સહિત અંદાજે 3.07 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હવે આંકડા સાંભળીને ચોંકી જશો!
200 જેટલા લોકો રમતા હતા!
16 બ્રોકરો સામે કાર્યવાહી…
અને ડાયરીમાંથી વધુ 25 બ્રોકરોના નામ!
એટલે કુલ મળીને આ રેકેટની કડી કેટલી ઊંડી છે, તેની તપાસ હવે શરૂ થઈ છે. પોલીસકર્મી સંજયસિંહ રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મામલાની તપાસ રાજકોટના જેતપુર DYSPને સોંપવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, જો પોલીસકર્મીના ઘરે દસ વર્ષથી આટલું મોટું ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. તો સ્થાનિક પોલીસ અને સ્ટાફને તેની જાણ કેમ ન થઈ?
કચ્છ બોર્ડર પાકનો ટાર્ગેટ ? : સરક્રીકના દળદળમાં પાકિસ્તાને ખડક્યા ચાઇનીઝ હોવરક્રાફ્ટ અને તુર્કીના ડ્રોન, ગુજરાત સીમાએ અટકચાળો
હવે મોટા માથાની શોધ
ડાયરીમાંથી સામે આવેલા નવા નામો બાદ તપાસનો દોર વધુ લંબાવાની શક્યતા છે. આ સમગ્ર નેટવર્કમાં કોણ બ્રોકર, કોણ ખેલાડી અને કોણ મુખ્ય સૂત્રધાર, તે શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસકર્મીના ઘરેથી જ ડબ્બા ટ્રેડિંગ ઝડપાતા હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
