અમદાવાદમાં ₹1.70 લાખના મુદ્દામાલ સાથે બે શાતિર સ્નેચર ઝબ્બે! સામે આવ્યું સુરત જેલનું કનેક્શન!

Spread the love

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જાણીતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે બનેલી પર્સ અને મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન-6 એલસીબી (LCB)ની ટીમે ગણતરીના દિવસોમાં જ ઘટનાને અંજામ આપનારા બે શાતિર સ્નેચરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિક્ષામાં બેઠેલા લેખિકાને કર્યા ટાર્ગેટમળતી માહિતી મુજબ બે દિવસ પહેલા કાજલ ઓઝા વૈદ્ય કાગડાપીઠ વિસ્તારમાંથી ઓટોરિક્ષામાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રિક્ષા નજીક આવીને તેમના હાથમાંથી પર્સ અને મોબાઇલ ફોનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં જ ઝોન-6 LCBની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેલવે યાર્ડ નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી બર્ગમેન બાઇકને કોર્ડન કરીને પોલીસે બંને શંકાસ્પદ યુવકોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ તનવીર યુસુફભાઈ શેખ અને ફૈઝાન ઉર્ફે ચુહા મોહમદફૈમ સૈયદ તરીકે થઈ છે.

 

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1.70 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2 મોબાઇલ ફોન, 2 પર્સ, 6 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, પેનડ્રાઇવ તેમજ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 50 હજારની કિંમતની બર્ગમેન બાઇક

 

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને પાસા (PASA)

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ કાગડાપીઠ, ખાડિયા, મણિનગર અને નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ બંને રીઢા ગુનેગારો અગાઉ પાસા (PASA) હેઠળ સુરત જેલમાં સજા પણ ભોગવી ચૂક્યા છે. હાલ ઝોન-6 LCB દ્વારા આગળની વધુ તપાસ અર્થે બંને આરોપીઓ તેમજ જપ્ત કરાયેલા મુદ્દામાલને કાગડાપીઠ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *